શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rajkot: જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવતા ચકચાર

રાજકોટ: ગુજરાતમાં દારુબંધી હોવાની સરકાર ગમે તેટલા દાવા કરે પણ તે હંમેશા પોકળ જ સાબિત થઈ રહ્યા છે. જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. 

રાજકોટ: ગુજરાતમાં દારુબંધી હોવાની સરકાર ગમે તેટલા દાવા કરે પણ તે હંમેશા પોકળ જ સાબિત થઈ રહ્યા છે. તેમાય જો દારુના વેપલામાં શાસત પક્ષના નેતાઓના જ નામ સામે આવવા લાગે ત્યારે તો કહેવું જ શું, આવી જ દારુના વેપલાની ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના જસદણના કોઠીના નાલા વાડી વિસ્તારમાં. જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. 

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મહિલા સદસ્યનો પતિ મેહુલ ઉર્ફે રાજા કુંભાણી આ દારુનો વેપલો ચલાવતો હતો. જે બાદ પોલીસે રાજા કુંભાણીની ધરપકડ કરી છે. LCB પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જે બાદ કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના મહિલા સદસ્યના પતિનું નામ દારુના ધંધામાં સામે આવતા ચકચાર મચી છે.  મહિલા સદસ્યના પતિએ વાડીના મકાનમાં વિદેશી દારૂ સંતાડ્યો હતો. રાજકોટ LCBએ વિદેશી દારૂની 341 બોટલ સાથે ₹ 1.23 લાખનો  મુદ્દા માલ જપ્ત કર્યો હતો.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં SIT ના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

મોરબી ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટના કેસમાં સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રિલીમીનરી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો ન હોતો મુકાયો.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ અને સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ ન હોતું કરાયું. સાથે જ સામે આવ્યું છે કે 49માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. જે એ દર્શાવે છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. સાથે જ નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા અને આમ ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.

એસેઆઈટીના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું testing કરવામાં આવ્યું ન હતું. નોંધનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Life Certificate for pensioners: પેન્શનધારકો માટે સૌથી મોટા રાહતના સમાચાર,Rajkot News: ભાજપ અગ્રણી અને PI વચ્ચેના વિવાદમાં પાટીદાર આગેવાન હંસરાજ ગજેરા મીડિયા સમક્ષ આવ્યાAhmedabad News : અમરાઈવાડીમાં કિન્નરોનો હંગામો, લગ્ન પ્રસગ પહેલા માંગ્યા 51 હજાર રૂપિયાPOCSO Act: પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget