(Source: Poll of Polls)
રૂપાણીના રાજકોટમાં લોકડાઉનનો વિરોધ, વેપારી સંગઠનોએ કરી આ માંગ, જાણો વિગત
રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે.શહેરના અલગ અલગ 10 વેપારી સંગઠનોએ લોકડાઉન હટાવવાની માંગ કરી હતી.
રાજકોટ : ગુજરાતમાં કોરોના મહામારીને પગલે 36 શહેરોમાં મિનિ લોકડાઉન આપવામાં આવ્યું છે. સરકારે લગાવેલા નિયંત્રણ 12 મેના રોજ પૂરા થઈ રહ્યા છે. એટલે આગામી એક બે દિવસમાં સરકાર આ નિયંત્રણને આગળ લંબાવવા કે પછી તેમાં છૂટછાટ આપવી તેને લઈને નિર્ણય કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટમાં લોકડાઉનનો વિરોધ થવા લાગ્યો છે.
કાપડ એસોસિએશન આગેવાનો જિલ્લા કલેકટર કચરીએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આંશિક લોકડાઉન હટાવો અથવા તો સંપૂર્ણ લોકડાઉન આપો અથવા 40% બજારો ખોલવાની મંજૂરી આપો તેવી માંગ કરી હતી. શહેરના અલગ અલગ 10 વેપારી સંગઠનોએ લોકડાઉન હટાવવાની માંગ કરી હતી.
રાજકોટમાં કોરાના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉપરાંત મૃત્યુની સંખ્યા પણ ઘટી ગઇ છે. શહેરમાં 24 કલાકમાં 55 દર્દીના મોત નીપજ્યાં છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. જ્યારે કુલ કેસની સંખ્યા 37890 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 3016 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે 556 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
ગુજરાતમાં શું છે ચિત્ર
ગુજરાતમાં પાંચ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં ૧૧,૫૯૨ નવા કેસ સામે આવ્યા હતા અને ૧૧૭ના મૃત્યુ થયા હતા. આ સાથે જ કુલ કેસનો આંક હવે ૬,૯૨,૬૦૪ જ્યારે કુલ મરણાંક ૮,૫૧૧ છે. રાજ્યમાં હાલ ૧,૩૬,૫૧૮ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૯૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થવાનો દર વધીને હવે ૭૯.૧૧% છે. મે મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં ગુજરાતમાં કોરોનાના ૧,૨૪,૮૨૭ કેસ નોંધાયા છે જ્યારે ૧,૩૨૮ના મૃત્યુ થયા છે.
ગુજરાતીઓને જેના વગર ના જ ચાલે એવી આ ચીજ લેવાથી કોરોનાથી બચી શકાય છે ? કોરોના થયો હોય તો પણ મટી જાય ?
લાંબો સમય માસ્ક પહેરવાથી શરીરમાંથી ઓક્સિજન ઘટી જાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું