(Source: ECI/ABP News/ABP Majha)
ત્રીજી લહેરની શક્યતા વચ્ચે રાજકોટમાં 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત
કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં રહેતા બાળકને 19 તારીખે કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:30 વાગ્યે મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. આ કેસની તપાસ કરવા આદેશ આપ્યા છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકનું શંકાસ્પદ કોરોનાથી મોત નીપજ્યું છે.
કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં રહેતા બાળકને 19 તારીખે કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:30 વાગ્યે મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. સિવિલ સુપરિટેન્ડન્ટ દ્વારા આ કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,75,726 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,22,69,128 લોકોનું રસીકરણ કરાયું છે. આજે રાજ્યમાં 14 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,008 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 180 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,008 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 3,જામનગર 2, જુનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત 2, સુરત કોર્પોરેશન 2 અને ભાવનગર 1 કેસ સાથે કુલ 17 કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 13 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 3074 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 48410 નાગરિકોને રસીનો પ્રથમ અને 41878 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 146912 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 35439 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 2,75,726 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,22,69,128 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.