(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot : હોટલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું થયું મોત, ઘટના સીસીટીવીમાં કેદ
શહેરના ગોંડલ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં આ દુર્ઘટના ઘટી છે. છોકરી રમતા રમતા રૂમની બારીમાંથી નીચે પડી ગઈ હતી. બાળકી નીચે પટકાતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
રાજકોટ: હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાતા મોત થયું છે. શહેરના ગોંડલ રોડ પર આવેલી ખાનગી હોટેલમાં આ દુર્ઘટના ઘટી છે. છોકરી રમતા રમતા રૂમની બારીમાંથી નીચે પડી ગઈ હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. બાળકી નીચે પટકાતા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
બાળકીના મોતના સમાચાર મળતાં માતા પણ બેભાન થઈ ગઈ હતી. જેથી માતાને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો એવી છે કે, મૃતક બાળકીનું નામ નિત્યા ગોહેલ છે. તેમજ તે દોઢ વર્ષની છે. બાળકીનો પરિવાર પુનાનો રહેવાસી છે. રાજકોટમાં સગાઈ પ્રસંગે માતા માનસી હિતેષભાઈ કાપડિયા બાળકી સાથે આવી હતી. ત્યારે આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાયો છે. હાલ, બાળકની લાશ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
એવી પણ વિગતો સામે આવી છે કે, માતા-દીકરી હોટલના રૂમમાં હતા, ત્યારે માતા ફોનમાં વ્યસ્ત હતી અને બાળકી બારી પાસે રમી રહી હતી. આ સમયે આ દુર્ઘટના ઘટી હતી. એક ખાનગી ડ્રાઇવરને આ અંગે જાણ થતાં તેમણે બાળકીની માતાને જાણ કરી હતી.
Rajkot: હોટેલના ચોથા માળેથી નીચે પટકાતા બાળકીનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ pic.twitter.com/AiF4Cg62XJ
— ABP Asmita (@abpasmitatv) December 2, 2021
ગુજરાતમાં શિયાળામાં ચોમાસુંઃ ઉમરપાડામાં 6 ઇંચ, પારડી ખેરગામમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ સુરતના ઉમરપાડામા 6 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલસાડમાં પારડી ખેરગામમા પણ 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમા સૌથી વધુ વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રના ઉનામા એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.
સુરતમાં બીજા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. અઠવા, પાર્લે પોઈન્ટ, વેસુ વિસ્તારમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ખેડૂતો માટે ચિંતાજનક વરસાદ પડી રહ્યો છે. શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. દીવના દરિયા કિનારે લાગરેલી બોટો હિલોળે ચડી છે. ભારે પવન અને દરિયા ના કરન્ટ ના કારણે લાગરેલી બોટો અથડાઈ રહી છે. માછીમારો ને ભારે નુકશાન થવાની આશંકા છે.
બોટાદ શહેરમાં ખેડૂતોના તુવેરના પાકને નુકસાન થયું છે. મોડી રાત્રીના ભારે પવન આવતા પાકને થયું નુકશાન થયુ છ. સતત ઝરમર વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયું છે. સમગ્ર વિસ્તારમાં હાલ વાદળ છાયું વાતાવરણ છે. સતત વાદળછાયા વાતાવરણ અને વરસતા ઝરમર વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે.
અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ભારે પવનના કારણે શિયાળુ પાક, બાગાયતી પાકને નુકસાન થયું છે. બાગાયતી પાક કેળ, ઘઉં, ચણા, કપાસ, ડુંગળી વિવિધ પાકોમાં ભારે નુકસાન થયું છે. મોડી રાતે પવનની ગતિ વધવાના કારણે ખેતી પાકોને નુકસાન થયું છે. રાજુલા જાફરાબાદ પંથકમાં ખેડુતોને નુકસાન થયું છે.
ડભોઇમાં બીજા દિવસે પણ માવઠાણી અસર જોવા મળી રહી છે. રાત્રીના 12 કલાક ઝરમર વરસાદ પડ્યો હતો. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડાંગર, કપાસ, તુવેર સહિત રવિ સિઝનના પાક ને ભારે નુકશાનની ભીતિ છે. પંથકમાં સતત વરસાદ ચાલુ છે. ટાવર, મહુડી ગેટ, એસ.ટી.ડેપો. શિનોર ચાર રસ્તા સહિત ના વિસ્તારો મા વરસાદી માવઠું પડ્યું. ગ્રામ્ય વિસ્તારો મા પણ માવઠાની અસર છે.