શોધખોળ કરો

Rajkot : વેપારી દુકાન બંધ કરી છોકરી સાથે કરવા લાગ્યો અડપલા ને પછી તો....

ગઈ કાલે રૈયારોડ પર આવેલા પ્રોવિઝન સ્ટોર પર સગીરા ખીરું લેવા માટે આવી હતી. આ સમયે સ્ટોરના માલિકે સગીરાને તું કેમ બેસવા આવતી નથી. તેમ કહી દુકાન બંધ કરી દીધી હતી અને પછી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો.

રાજકોટઃ રૈયા રોડ પર દુકાનદારે 15 વર્ષીય સગીરા સાથે છેડતી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 51 વર્ષીય દુકાનદારે ખરીદી માટે આવેલી સગીરાને દુકાન બંધ કરી છેડતી કરી હતી. તેમજ તેની પાસે અશ્લીલ માંગણી પણ કરી હતી. આ અંગે સગીરાએ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

ગઈ કાલે શહેરના રૈયારોડ પર આવેલા પ્રોવિઝન સ્ટોર પર સગીરા ખીરું લેવા માટે આવી હતી. આ સમયે સ્ટોરના માલિકે સગીરાને તું કેમ બેસવા આવતી નથી. તેમ કહી દુકાન બંધ કરી દીધી હતી અને પછી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો. તેમજ તેની પાસે અશ્લીલ માંગણી પણ કરી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે કલમ 354(ક) અને પોકસો હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે મારી સગીર વયની પુત્રી ઘર નજીક પ્રોવિઝન સ્ટોરમાં ઢોસા બનાવવાનું ખીરું લેવા ગઈ હતી અને ત્યાંથી ખીરું લીધા વગર જ રડતા રડતા ઘરે પરત આવતા મેં તેને ફરી ખીરું લેવા મોકલી હતી, પરંતુ મારી દીકરી દુકાને જવા તૈયાર ન હતી. 

Surat: માતા-બહેનની હત્યા કરનારી ડોક્ટર દર્શના મુદ્દે શું થયો મોટો ધડાકો? જાણો વિગત

સુરતઃ ચીકુવાડી ચાર રસ્તા સ્થિત સહજાનંદ સોસાયટીમાં ઘેનના ઇંજેક્શનનો ઓવરડોઝ આપીને માતા અને બહેનનું મોત નીપજાવનાર ડોક્ટર યુવતી સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ડોક્ટર દર્શનાએ માતા-બહેનની હત્યા કરી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ કેસમાં મોટો ધડાકો થયો છે. 

31 વર્ષીય હોમિયોપેથી ડો.દર્શના પ્રજાપતિએ રવિવારે પોતાની 62 વર્ષીય માતા મંજુલાબેન અને 29 વર્ષીય નાની બહેન ફાલ્ગુનીને 10-10 એમએલના ઘેનના ઇન્જેક્શનના ડોઝ આપી હત્યા કરી નાંખી હતી.  ડો.દર્શના પોતે ડોક્ટર હોવાથી તેને ખબર હતી કે ઘેનની દવાના ઇન્જેક્શનનો 2 એમએલથી વધુનો ડોઝ મોત નીપજાવી શકે છે. આમ છતાં તેણે તેની માતા અને બહેનને પાંચ ગણા વધુ ડોઝ આપ્યા હતા. 

પોલીસ તપાસમાં એવો પણ ધડાકો થયો છે કે, ડો.દર્શના પોતાના ક્લિનિક પરથી આ 10-10 એમએલના બે ડોઝ એટલે કે 20 એમએલ ડોઝ લઇને નીકળી હતી. ઘેનના ઇન્જેક્શન આપી માતા અને બહેનની હત્યા કરી હતી. આ પછી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  ડો. દર્શના હાલ કિરણ હોસ્પિટલમાં પોલીસની વોચ હેઠળ સારવાર લઇ રહી છે. 

જ્યારે તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનની સોમવારે અંતિમવિધિ કરાઈ હતી. આરોપી દર્શના પ્રજાપતિની તબિયત હાલ સુધારા પર છે. હોસ્પિટલથી મંગળવારે ડિસ્ચાર્જ અપાયા બાદ તેની ધરપકડ કરાશે. દર્શના ફરીથી આપઘાતનો પ્રયાસ ન કરે તે માટે પોલીસ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. 

ડો. દર્શના અંગે એવી પણ વિગતો જાણવા મળી છે કે, ડોક્ટર બનવામાં દર્શનાની ઉંમર વીતી ગઈ હતી. તેથી તેના લગ્ન હજુ થયા નહોતા. જોકે, ભાઈ ઠરીઠામ થતાં હવે  થોડા દિવસોમાં દર્શનાના લગ્નની વાત કરવાની હતી. તેમજ આ પછી નાની બહેન ફાલ્ગુનીના લગ્નનું પણ આયોજન હતું. જોકે, આ પહેલા જ દર્શનાએ આ પગલું ભર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget