શોધખોળ કરો

Rajkot : 'હવે જાવા દે ને, તમારો એક મત નથી મળ્યો' ભાજપના મહિલા કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ

આ ઓડિયો ક્લિપ મુદ્દે વર્ષોબેન રાણપરાએ મીડિયા સાથે વાત કરતા કરતા ગળગળા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું તમારી અને પ્રજા બન્નેની માફી માગું છું. મારી ભૂલ થઈ ગઈ છે. મને ઉશ્કેરવામાં આવી હતી.

રાજકોટઃ ભાજપના મહિલા કોર્પોરેટરની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર 14ના મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.  વોર્ડના સ્થાનિકો સાથે ભાજપના કોર્પોરેટરે ગેરવર્તન કર્યું હતું. ક્લિપમાં સંભળાય છે કે, તમારા વિસ્તારમાંથી એક મત નથી મળ્યો. કોર્પોરેટરને ફોન કરવા સ્થાનિકોને ધમકી આપી હતી. 

જે વિસ્તારમાંથી મત ન મળ્યા ત્યાંના લોકોએ ફોન ન કરવા કોર્પોરેટરે ધમકી આપી હતી. જોકે, આ ઓડિયો ક્લિપ મુદ્દે વર્ષોબેન રાણપરાએ મીડિયા સાથે વાત કરતા કરતા ગળગળા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, હું તમારી અને પ્રજા બન્નેની માફી માગું છું. મારી ભૂલ થઈ ગઈ છે. મને ઉશ્કેરવામાં આવી હતી.

ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે, એક મહિલાએ વર્ષાબેનને ફોન કર્યો હતો. પહેલીવાર ફોન કરતાં ફોન કપાઇ ગયો હતો. આથી મહિલાએ બીજી વાર ફોન કરી કહ્યું હતું કે, ફોન કેમ કાપી નાંખો છો. તો વર્ષાબેન કહી રહ્યા છે કે, ફોન કાપી નથી નાંખ્યો, ઉપાડ્યો એમ કોને. આ પછી મહિલા ડામર રોડ ન થતો હોવાથી બાળકોમાં રોગચાળો ફેલાતો હોવાની ફરિયાદ કરી હતી. તો સામે વર્ષાબેને તેમને ફોન નહીં કરવા જણાવ્યું હતું અને તેમના જ વિસ્તારમાં રહેતા કોર્પોરેટરને ફોન કરવા જણાવી, પોતાને ફોન ન કરવા કહ્યું હતું. 

આથી મહિલા કહે છે કે, મત માંગવા તો આવો છો. તો વર્ષાબેને તેમનો મતવિસ્તાર પૂછ્યો હતો. જે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાંથી એક પણ મત મળ્યો નથી. જોકે, હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો છે. 

Rajkot Love Jihad Case : પરણિત હોવાની વાત છુપાવી યુવતી સાથે પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને....

રાજકોટઃ ધોરાજી પોલીસ મથકમાં રાજકોટ જીલ્લાની પ્રથમ લવ જેહાદની ફરિયાદ દાખલ થઇ છે, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે. જિલ્લા પોલીસે પ્રેસ કોંફરન્સ કરીને વિગતો આપી હતી. રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ એકબાદ એક લવજેહાદના કિસ્સાઓ જે રીતે સામે આવી રહ્યા છે, તેમાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને ફોસલાવી ગુનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના રાજકોટના ધોરાજી પોલીસમા નોંધાઈ છે, જેમાં રાજકોટ જીલ્લાનો પ્રથમ લવ જેહાદનો ગુન્હો ધોરાજી પોલીસ મથકમાં દાખલ થયો હતો. જે બાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે.

રાજકોટ જિલ્લામા ધોરાજી પોલીસમા પ્રથમ વખત લવજેહાદનો ગુનો દાખલ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ધોરાજી રાધાનગરમા રહેતા મુસ્લિમ પરણિત યુવક મહોમદ ઉર્ફે ડાડો ગનીભાઈ સમા સામે આ અંગેનો ગુનો નોંધાયો હતો. સાથે જ આ ફરિયાદમાં મહિલાને ઇન્સ્ટાગ્રામ ઉપર યુવકે ધાર્મિક કલમા મોકલી આપ્યા હોવાની વાત સામે આવી હતી. તો બીજી બાજુ યુવકે કાયદેસર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માનસિક ત્રાસ આપતો હોવાનો પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

યુવક દ્વારા મહિલાને રૂબરૂ કહેલ કે આપણે મૌલવી પાસે કાયદેસર રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા કહી અને લલચાવેલ અને ફોસલાવી હતી. તેમજઆ રીતે તેને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરી ધર્મ પરિવર્તન માટેનો પ્રયત્ન કરેલ. લગ્નની લાલચ આપી ફરિયાદીની દિકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદની મરજી વિરૂદ્ધ તેમની સાથે જાતીય સંબંધ બાંધી અને તેના હિન્દુ ધર્મમાથી મુસ્લિમ ધર્મમા પરિવર્તન કરવાનો પ્રયત્ન કરેલ હતો.

આ સમગ્ર બનાવ અંગે મહિલાએ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ આપી હતી અને આ અંગેની વધુ તપાસ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક સાગર બાગમાર ચલાવી રહ્યા હતા ત્યારે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધેલ છે અને હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
Nostradamus Predictions 2025: નાસ્ત્રેદમસની 5 ખતરનાક ભવિષ્યવાણી, જે વર્ષ 2025માં થઈ શકે છે સાચી સાબિત!
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
Embed widget