(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot Corona Cases: સૌરાષ્ટ્રના કયા મોટા શહેરમાં બપોર સુધીમાં 260 પોઝિટિવ કેસ નોંધાતા ફેલાયો ફફડાટ ? જાણો વિગત
રાજકોટમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની વચ્ચે કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 45 લોકોનાં આજે મૃત્યુ થયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. જો કે, આ મૃત્યુ કોરોના કે અન્ય કારણોસર થયું તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે .
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસોની (Gujarat Corona Cases) સંખ્યા વધી રહી છે. આ દરમિયાન રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે સંખ્યાબંધ પગલાં લેવાઈ રહ્યાં છે. રાજકોટ શહેમાં આજે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી 260 પોઝિટિવ (Rajkot Corona Cases) કેસ નોંધાતા હાહાકાર મચી ગયો હતો.
રાજકોટમાં પણ સંક્રમણ સતત વધી રહ્યું છે. તેની વચ્ચે કોવિડ હોસ્પિટલમાં (Covid Hospital) કોરોનાની સારવાર લઈ રહેલા 45 લોકોનાં આજે મૃત્યુ થયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. જો કે, આ મૃત્યુ કોરોના કે અન્ય કારણોસર થયું તેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે . રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 22491 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને કુલ 19530 દર્દીઓને કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
શનિવારે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર, રાજકોટ શહેરમાં 462 નવા કેસ નોંધાયા હતા અને વધુ આઠ લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. ગઈકાલે 177 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
શનિવારે સુરત કોર્પોરેશનમાં 15, અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશ-4, અમદાવાદ-2, સુરેન્દ્રનગર-2, છોટાઉદેપુર, ગાંધીનગર, સુરત અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1-1 મોત સાથે કુલ 49 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4746 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધારે મોત કઈ તારીખે
5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
34,382 |
227 |