શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ માસ્ક નહીં પહેર્યો હોવા છતાં યુવતી પોલીસ સાથે કરી રહી હતી જીભાજોડી, પતિએ ના પાડી પણ ચૂપ ના રહેતાં પતિએ ઠોક્યો તમાચો ને......
શહેરના ત્રિકોણબાગ પાસે એક બૂલેટ ચાલકને તેમની પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાથી અટકાવ્યા હતા. યુવતીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે દંડ ભરવાનું જણાવ્યું હતું. જોકે, માસ્ક ન પહેર્યું હોવા છતાં યુવતી પોલીસ સાથે જીભાજોડી કરી રહી હતી.
રાજકોટઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ફરીથી સરકાર હરકતમાં આવી છે અને કોરોનાના કેસો અટકાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેને પગલે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક પહેરે તે માટે પણ સતર્કતા રાખી રહી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દ્વારા લોકોને માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
શહેરના ત્રિકોણબાગ પાસે એક બૂલેટ ચાલકને તેમની પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાથી અટકાવ્યા હતા. યુવતીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે દંડ ભરવાનું જણાવ્યું હતું. જોકે, માસ્ક ન પહેર્યું હોવા છતાં યુવતી પોલીસ સાથે જીભાજોડી કરી રહી હતી. પતિએ ના પાડવા છતા તેણે માથાકૂટ ચાલું રાખતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પોલીસની હાજરીમાં ફડાકો મારી દીધો હતો. ત્રિકોણબાગ પાસે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion