શોધખોળ કરો
Advertisement
રાજકોટ જિલ્લા કલેક્ટરે અમદાવાદથી આવતા-જતા લોકો માટે શું કર્યો મહત્વનો નિર્ણય ? જાણો
રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજકોટ: રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટથી અમદાવાદ જવા અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના નિર્ણય મુજબ, માત્ર મેડિકલ ઇમરજન્સી અને એમ્બ્યુલન્સ જ અવરજવર કરી શકશે.
અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 38 વર્ષીય પુરુષ અને 19 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારની યુવતી અને મનહર પ્લોટ વિસ્તારના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ યુવક અમદાવાદથી પરત રાજકોટ આવ્યો હતો. જેનો ક્વોરન્ટાઈન દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આંક 65 પર પહોંચ્યો છે. રાજકોટ શહેરના 63 અને ગ્રામ્યના 2 પોઝિટિવ કેસ મળી કુલ આંક 65 પર પહોંચ્યો છે. હાલમાં 65 પૈકી 24 દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે 41 દર્દી સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement