શોધખોળ કરો

Rajkot: કોરોનાને કારણે મોતને ભેટેલા યુવકને સ્મશાને લઈ ગયા ને અચાનક શરીરમાં થયો સળવળાટ, સગાં થયાં દોડતાં ને..........

કાલાવડ રોડ પર આવેલા લવ ટેમ્પલ પાસે સદગુરુનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉં.વ.43)નું સારવાર દરમિયાન નિધન થતાં રાત્રીના સમયે મૃતદેહને અંતિમવિધિ માટે રામનાથપરા મુક્તિધામ મોકલાયો હતો. અંતિમવિધિ સમયે પરિવારને યુવાન જીવિત હોવાનો ભ્રમ થતાં મૃતદેહ ફરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોનાની સારવાર લઈ રહેલા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત થતાં પરિવાર અંતિમવિધિ માટે મૃતદેહ સ્મશાને લઈ ગયા હતા. જોકે, આ સમયે યુવકના શરીરમાં અચાનક સળવળાટ થતાં સગાઓ ચોંકી ગયા હતા અને યુવક જીવતો હોવાની આશાએ ફરીથી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, યુવકને મૃત જાહેર કરી અંતિમવિધિ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી. 

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કાલાવડ રોડ પર આવેલા લવ ટેમ્પલ પાસે સદગુરુનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા (ઉં.વ.43)ને કોરોના થતાં સિવિલ હોસ્પિટલના કોરોના સેન્ટરમાં ખસેડાયા હતા. અહીં તેમનું સારવાર દરમિયાન નિધન થતાં રાત્રીના સમયે મૃતદેહને અંતિમવિધિ માટે રામનાથપરા મુક્તિધામ મોકલાયો હતો. 

અંતિમવિધિ સમયે પરિવારને યુવાન જીવિત હોવાનો ભ્રમ થતાં મૃતદેહ ફરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અહીં હાજર તબીબે દેહને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, રિગોર મોર્ટિસે પોસ્ટમોર્ટમ પરિવર્તન છે, જેના કારણે તેમના માયોફિબ્રીલ્સમાં રાસાયણિક ફેરફારોને લીધે શરીરના સ્નાયુઓમાં સખ્તાઇ આવે છે. જેને કારણે પરિવારજનો જીવીત હોવાનો ભ્રમ થયો હતો. ફરી મૃત જાહેર કરાતા દેહને અંતિમવિધિ માટે મોટામૌવા સ્મશાન ખાતે મોકલાયો હતો. 

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Embed widget