Rajkot : ટાયર ફાટતાં ડિવાઇડર કૂદીને કાર બસમાં ઘૂસી ગઈ, લગ્નપ્રસંગમાં જતાં સુરતના પટેલ પરિવારનાં 5ના મોત
ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયાનું છે. અકસ્માતમાં 5ના મોત અને 2ને ઇજા થઈ છે.
રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં સુરતના પટેલ પરિવારના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકી અને બાળકની હાલત ગંભીર છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત થયાનું છે. અકસ્માતમાં 5ના મોત અને 2ને ઇજા થઈ છે. ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી. માહિતી મુજબ કારમાં ટાયર ફાટતા કાર રોંગ સાઈડમાં આવીને એસ.ટી. સાથે અથડાઈ હતી. સ્થાનિક લોકો દ્વારા કારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા. અકસ્માતના બનાવને લઈને 108 એમ્બ્યુલન્સ અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
જીજે 5, સીક્યુ 4239 નંબરની કાર અને એસટી બસ નંબર જીજે 18, ઝેટ-4178 નંબર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં સવાર 2 નાના બાળકોનો બચાવ છે. નાની છોકરી ૭ વર્ષ, નાનો છોકરો 11 વર્ષ અંદાજે ઉંમર છે. બંનેની હાલત ગંભીર છે. બંનેને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સુરતથી લગ્ન પ્રસંગે બગસરાના મુંજીયાસર જતા હતા. સુરતનો પટેલ પરિવાર લગ્ન પ્રસંગે જતો હતો.
મૃતકોના નામ
1. અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા
2. સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા
3. ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા
4. શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા
5. હજુ ઓળખ બાકી.
ભુજઃ કચ્છમાં ભુજના દેશલપર (વાઢાય) પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. દાદા દાદી પાર્ક પાસે અકસ્માતમાં બોલેરામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. બોલેરોમાં સવાર અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 વડે હોસ્પિટલમાં ખસેડાયા છે. સવારના 7.15 સર્જાયેલા અકસ્માતમાં બોલેરોનો ભુક્કો બોલી ગયો. બોલેરોમાં પવનચક્કીના કર્મચારીઓ સવાર હતા. ઇજાગ્રસ્તોમાં 1 થી 2 જણની હાલત નાજુક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. સ્કૂલ બસમાં સવાર બાળકો હેમખેમ છે. કોઈને પણ ઇજા પહોંચી નથી.
અન્ય એક અકસ્માતમાં, માલપુરના સોનિકપુર ગામ પાસે ગઈ કાલે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. અકસ્માતમાં વધુ એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. લગ્નપ્રસંગ પતાવી પરત આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઘાયલ ચાર અમદાવાદ લોકોને ખસેડાયા હતા.અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. ગઈ કાલે આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા. માલપુર પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં પાલનપુર આબુરોડ હાઇવે પર વહેલી સવારે 5.30 આસપાસ થયો અકસ્માત સર્જાયો હતો. અનાજની બોરિયો ભરેલા ટ્રકે પલ્ટી મારી હતી. અકસ્માતમાં ટ્રકની નીચે કાર દબાઈ ગઈ હતી. તાલુકા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસે ક્રેન બોલાવી કારના પતરા કાપી એક યુવકને જીવતો કાઢ્યો બહાર. યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો.