Rajkot Fire Tragedy: અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં કર્મચારીઓ પર તવાઇ, 35 કર્મચારીઓની કરાઇ આંતરિક બદલી
Rajkot Game Zone Fire: ગુજરાતમાં ગોઝારી દૂર્ઘટનાને આજે 21 દિવસ પૂર્ણ થઇ ગયા છે, રાજકોટ અગ્નિકાંડની દૂર્ઘટનાને 21 દિવસ પૂર્ણ થયા અને હજુ પણ લોકોના માનસપટલ પર આ ઘટના દોડી રહી છે
Rajkot Game Zone Fire: ગુજરાતમાં ગોઝારી દૂર્ઘટનાને આજે 21 દિવસ પૂર્ણ થઇ ગયા છે, રાજકોટ અગ્નિકાંડની દૂર્ઘટનાને 21 દિવસ પૂર્ણ થયા અને હજુ પણ લોકોના માનસપટલ પર આ ઘટના દોડી રહી છે. આ દૂર્ઘટના 25 મેના રોજ રાજકોટના ટીઆરપી ગેમઝૉનમાં ઘટી હતી, જેમાં અગ્નિકાંડ થતાં 27 લોકો બળીને ભડથૂ થઇ ગયા હતા. આ અગ્નિકાંડને લઈને SITની તપાસ પણ ધમધમાટ ચાલી રહી છે. હવે આ કડીમાં રાજકોટ મનપાએ વધુ એક મોટી એક્શન લીધી છે, અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં મોટાપાયે આંતરિક બદલીનો દૌર શરૂ કરાયો છે, જેમાં 35 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
રહ્યા છે. ત્યારે રોજ રોજ તપાસમાં નવા પાસા ખુલતા જોવા મળી રહ્યા છે. જ્યારે ગત રોજ SIT તપાસમાં જાણવા મળ્યું હતુ કે 25મી મેના દુર્ઘટના બાદ 26મી મેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા.
રાજકોટ ટીઆરપી ગેમઝૉનમાં 25 મેએ ઘટેલી દૂર્ઘટનામાં 27 લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી હતી, અને હાલમાં આ ટીમ તપાસ કરી રહી છે. પરંતુ હવે આ મામલામાં રાજકોટ મ્યૂનિસિપલ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. અગ્નિકાંડ બાદ રાજકોટ મનપામાં આંતરિક બદલીઓ દૌર શરૂ થયો છે, રાજકોટ મનપાના 35 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વૉટર વર્કસ શાખામાં બદલીઓ કરાઇ છે. ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વૉટર વર્કસ શાખાના 7 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝૉન અગ્નિકાંડમાં 27 લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. આ તપાસમાં SITએ RMCના બે અધિકારીની ધરપકડ કરી છે.
શું હતી રાજકોટ અગ્નિકાંડની ઘટના ?
રાજકોટમાં નાનામોવા રૉડ પર ગેમઝૉનમાં તારીખ 25 મે 2024ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમા અધિકારીક આંકડા પ્રમાણે, 27 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા. આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝૉનમાં ફાયર NOC જ ન હતી. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી.