શોધખોળ કરો

ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાની જાહેરાત બાદ બદલાયો નિર્ણય, હવે શું કરાઈ જાહેરાત ?

રાજકોટ ખોડલધામનનો પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે હજુ પણ અવઢવનો માહોલ છે.

રાજકોટઃ લેઉવા પટેલ સમાજના સૌથી મોટા ધર્મસ્થાન એવા કાગવડના ખોડલધામ મંદિરમા મા ખોડલની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે ખોડલધામમાં 21  જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ખોડલધામનનો પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે હજુ પણ અવઢવનો માહોલ છે. ગુરૂવારે ખોડલધામના  ટ્રસ્ટીએ આ કાર્યક્રમ વર્ચ્યુલ રાખવાની જાહેરાત કર્યા બાદ પત્રિકા વાયરલ થઈ હતી. એ પછી જાહેરાત કરાઈ છે કે, ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય શનિવારે જાહેર કરાશે. શુક્રવારે ખોડલધામના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે અને શનિવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં 21 જાન્યુઆરીએ પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. શનિવારે પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ મહોત્સવ યોજવો કે નહીં તે અંગેની સત્તાવાર જાહેરાત કરાશે..

હાલમાં કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ મોકૂફ રખાશે એવી જાહેરાત કરાઈ હોવાના મીડિયામાં અહેવાલ વહેતા થયા છે. આ સંદર્ભમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શુક્રવારે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટોત્સવ ચાલુ રાખવો કે નહીં તે અંગે ચર્ચા કરાશે. એ પછી શનિવારે કોર કમિટીની બેઠકમાં અંતિમ નિર્ણય લઇ લેવાશે. આ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની અપેક્ષા નરેશ પટેલે વ્યક્ત કરી હતી પણ કોરોનાના કેસો વધતાં પાટોત્સવ રદ થવાની શક્યતા છે.

ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કાલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી બપોરે પાટોત્સવના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. કોરોનાની નવી ગાઈડલાઈનના કારણે વર્ચ્યુઅલ પાટોત્સવનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના પણ છે. એક ટ્રસ્ટીએ આ પ્રકારની જાહેરાત પણ કરી દીધી હતી પણ હવે કોર કમિટીન બેઠક બોલાવાઈ છે. શનિવારે બપોરે બેઠક બાદ પાટોત્સવ અંગે અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો........... 

KVS Jobs: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સુવર્ણ તક, આ જગ્યાઓ પર થઈ રહી છે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે.....

શું આપ ડાયટિંગ કરી રહ્યાં છો? આ પાંચ પ્રકારની ખીચડીને કરો ડાયટમાં સામેલ, ઘી ઉમેરીને ખાવાથી મળશે રિઝલ્ટ

જિઓ-એરટેલ-વૉડાફોનના આ છે સૌથી સસ્તાં રિચાર્જ પ્લાન, કોઇ 10 તો કોઇ 4.18 રૂપિયામાં આપી રહ્યું છે આટલો બધો ડેટા, જાણો ઓફર............

કયા કયા રાજ્યોમાં કોરોનાના કેરથી ડરી સરકાર ને સ્કૂલ-કૉલજો કરાવી દીધી બંધ, જુઓ લિસ્ટ.........

Skoda Slavia Review: પ્રીમિયમ લુક અને સુવિધાઓને કારણે Honda City, Hyundai Verna અને Rapid પર ભારે છે Skoda Slavia

બ્રિઝા-ક્રેટાને પછાડીને ડિસેમ્બરમાં વેચાણમાં સૌથી આગળ નીકળી ગઇ આ એસયુવી કાર, કિંમત છે તમને પોષાય એવી, જાણો.............

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget