Rajkot: જસદણના ભાજપના મહિલા સભ્યના પતિની વાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, જાણો વિગત
મહિલા સભ્યના પતિએ વાડીના મકાનમાં વિદેશી દારૂ રાખ્યો હતો. રાજકોટ રૂરલ LCB એ વાડીના મકાનમાંથી 341 વિદેશી દારૂની બોટલો સાથે રૂપિયા 1.23 લાખનો મુદ્દમાલ જપ્ત કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
Rajkot: રાજકોટ જિલ્લાના જસદણના કોઠીનાનાલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જસદણના ભાજપના મહિલા સદસ્યના પતિની વાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે. જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના મહિલા સદસ્ય છે. મહિલા સભ્યના પતિએ વાડીના મકાનમાં વિદેશી દારૂ રાખ્યો હતો. રાજકોટ રૂરલ LCB એ વાડીના મકાનમાંથી 341 વિદેશી દારૂની બોટલો સાથે રૂપિયા 1.23 લાખનો મુદ્દમાલ જપ્ત કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. મહિલા સદસ્યનો પતિ મેહુલ ઉર્ફે રાજા કુંભાણી ફરાર થઈ ગયો હતો.
થોડા દિવસ પહેલા અમદાવાદમાં પોલીસ કમિશ્નરની ઓફિસ પાસેથી ઝડપાયો હતો દારૂ ભરેલો ટ્રક
અમદાવાદમાં શાહીબાગમાં આવેલી પોલીસ કમિશ્નરની ઓફિસના થોડા અંતરેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ગુજરાત લઘુ એસ્ટેટ ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે એસએસસી ત્રાટકી હતી. પોલીસે 11,366 વિદેશી દારૂની બોટલો સહિત 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ કમિશનર ઓફિસની પાછળ જ હેરાફેરી થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.
ગીર ગઢડામાં દારૂ સંતાડવા બુટલેગરોએ જમીનમાં બનાવી હતી ઓરડી
ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.15 લાખની કિંમતનો 324 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છૂપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં ખાડા જેવું નજરે પડતા અંદાજે 6 બાય 4ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો, જેને એલસીબીએ શોધી કાઢ્યો હતો. આ મામલે પોલીસે પકડેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ