શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના સૌથી મોટા 'મલ્હાર' લોકમેળાનો પ્રારંભ, CM રૂપાણીએ કર્યું ઉદ્ધાટન
આજથી પાંચ દિવસ સુધી ચાલનાર મલ્હાર લોકમેળામાં પાંચ દિવસમાં 15 લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લેશે. આ વખતે લોકમેળાની સુરક્ષાને લઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા મલ્હાર લોકમેળાનો આજે પ્રારંભ થયો હતો. રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકમેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોકમેળના પ્રારંભ વખતે સાંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી પાંચ દિવસ સુધી ચાલનાર મલ્હાર લોકમેળામાં પાંચ દિવસમાં 15 લાખ કરતા પણ વધારે લોકો મુલાકાત લેશે. આ વખતે લોકમેળાની સુરક્ષાને લઈ ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર 4G વોકી ટોકીનો ઉપયોગ થશે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા રાજકોટ પોલીસ તંત્રના 78 અધિકારીઓ તથા 1 હજાર 373 કર્મચારીની ટીમ રાઉંડ ધ ક્લોક બંદોબસ્ત ફરજ બજાવશે. મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા ખાસ 24 કલાક પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે અને CCTV કેમેરાને કંટ્રોલ રૂમ સાથે જોડી સુપરવિઝન કરાશે.
મેળાના આરંભ પહેલા જ રાજકોટ મનપાએ તમામ રાઈડ્સની ચકાસણી કરી સેફ્ટી સર્ટિફિકેટ અપાશે. તમામ રાડઈનું ચેકિંગ કર્યા બાદ જ રાઈડ માટે મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, પાંચ દિવસના આ લોકમેળાનું પોલીસે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement