(Source: ECI/ABP News/ABP Majha)
ગોંડલના વાસાવડના વૃદ્ધનો કોરોનો પોઝિટિવ આવ્યો, દરગાહમાં ગયા ને પછી......
ગોંડલના વાસવડમાં રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગિયાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ઘરેથી કોઈને કહ્યા વગર છરી સાથે નીકળી ગયા હતા અને ગુરુની દરગાહમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ હતું.
રાજકોટ: ગુજરાતમાં કોરોનાએ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. રોજ કેસ અને મોતના આંકડા વધી રહ્યા છે. કોરોનાની મહામારીના સંક્રમણમાં આવતા લોકોની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ રહી છે. આ દરમિયાન ગોંડલના વાસાવડમાં કોરોના દર્દીએ આત્મહત્યા કરી હતી. ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતા એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આથી વાસાવડ ગામે દરગાહની અંદર જઈ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લીધી હતી.
મળતી વિગત પ્રમાણે, ગોંડલના વાસવડમાં રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગિયાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ ઘરેથી કોઈને કહ્યા વગર છરી સાથે નીકળી ગયા હતા અને ગુરુની દરગાહમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધુ હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
જેન્તીભાઈના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. ઘરે ઓક્સિજનથી સારવાર ચાલી રહી હતી. દરમિયાન સવારના કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. નાના પુત્રને ફોન કરતાં પિતાએ જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું. સુરક્ષિત રીતે થોડીવારમાં ઘરે આવી જઈશ, પરંતુ ઘણા સમય સુધી ઘરે ન આવતાં પોલીસનો ફોન આવતાં ઘટનાની જાણ થઈ હતી. જેન્તીભાઈ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદને પોતાના ગુરુ માનતા હતા. પોતાના ઘરે ગુરુનો ફોટો પણ રાખ્યો હતો અને પૂજાઅર્ચના પણ કરતા હતા.
પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી અને પોતે તેમને સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.
હાર્દિક પટેલે CMને પત્ર લખી કહ્યું, અમને પણ કામ આપો, સરકાર આદેશ આપશે એ પ્રમાણે કામ કરવા તૈયાર છીએ…