Rajkot: રાજકોટમાં પાણીની પારાયણ, 20 દિવસથી પાણી ના આવતા કયા વિસ્તારની મહિલાઓએ ડોલો અને બેડાં લઇને મચાવ્યો હંગામો
રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઉભી થઇ છે, રાજકોટમાં પાણી ના આવવાન કારણે પાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો છે
Rajkot: રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઉભી થઇ છે, રાજકોટમાં પાણી ના આવવાન કારણે પાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. મહિલાઓનું કહેવું છે કે, છેલ્લા 20 દિવસથી જીવરાજ પાર્કમાં પાણી નથી આવ્યુ અને લોકો પરેશાન થઇ રહ્યું છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની તંગીની સમસ્યા ટૉક ઓફ ધ ટાઉન બની છે, રાજકોટમાં જીવરાજ પાર્કમાં પાણીની ભારે સમસ્યા ઉભી થઇ છે, અહીં છેલ્લા 20 દિવસથી પાણી નથી આવ્યુ આ કારણે હવે મહિલાઓએ પાલિકા સામે બાંયો ચઢાવી છે. 20 દિવસથી પાણી ના આવવાથી મોટી સંખ્યામાં અહીં મહિલાઓએ બેડાં અને પાણીની ડોલો લઇને એકઠી થઇ હતી, વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોનું કહેવુ છે કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવી રહ્યો.
ઘોર બેદરકારી, સરકારી દવાઓના જથ્થાને નદીની સીમમાં સળગાવી દેવાતા વિવાદ, અપાયા તપાસના આદેશ
Rajkot: સુરતમાં એક ઘોર બેદરકારીની ઘટના સામે આવી છે, રાજકોટમાં સરકારી દવાઓના જથ્થાને નદીની સીમમાં સળગાવી દેવામાં આવ્યો હોવાની ઘટનાથી તંત્ર સામે સવાલો ઉભા થયા છે, આ મુદ્દે હવે મનપા કમિશનરે તપાસના આદેશ આપીને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. રાજકોટમાં રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્રની બેદરકારી સામે આવી છે, રાજકોટમાં લાલપરી નદીમાં આરોગ્ય કેન્દ્રને આપવામાં આવેલી દવા સળગાવેલી હાલતમાં મળી આવી છે. રાજકોટના મોરબી રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રનું કારસ્તાન હોવાનું પ્રથમીક તારણ છે. દવાનો જથ્થો જો એક્સપાયરી થાય તો નિકાલ માટે પદ્ધતિ હોય છે, મેડિકલ વેસ્ટ લેવા આવતી વાનમાં આ જથ્થાનો નિકાલ કરવાનો હોય છે. આ ઘટના બાદ મનપા મોરબી રૉડ પર આવેલા આરોગ્ય કેન્દ્રના ફાર્મસીસ સામે અનેક સવાલો ઉભા થયા છે, લોકો પુછી રહ્યાં છે કે, કેમ અટલી મોટી માત્રામાં દવા સળગાવી હશે, આને કેમ યોગ્ય નિકાલ કરવામાં ના આવ્યો. હવે આ મામલે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે આરોગ્ય અધિકારીને તપાસના આદેશ આપ્યા છે.
રાજકોટમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બનીને તૈયાર, કઇ તારીખે કોના હસ્તે થશે લોકાર્પણ ? જાણો ડિટેલ્સ
Rajkot: રાજકોટમાં નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણની તારીખ લગભગ નક્કી થઇ ગઇ છે, આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, માહિતી પ્રમાણે રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવી શકે છે. સુત્રો અનુસાર રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ આગામી 15 જુલાઈ થઇ શકે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તો આનું લોકાર્પણ થઇ શકે છે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર 14મી જૂને ટ્રાયલ રન પણ કરવામાં આવશે, આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવશે.