Rajkot: ત્રંબાની ગ્લોબલ આર્યુવેદીક કોલેજની હોસ્ટેલનાં ભોજનમાં જીવાત અને મકોડા નીકળ્યા
Food: વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ અને સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Rajkot: હોટલ અને રેસ્ટોરંટમાં ભોજનમાં જીવાત નીકળી હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. રાજકોટના : ત્રંબાની ગ્લોબલ આર્યુવેદીક કોલેજની હોસ્ટેલનાં ભોજનમાં જીવાત અને મકોડા નીકળ્યા હતા.
કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં અતિ નબળી ગુણવત્તાવાળું અને જીવજંતુ નીકળવાથી વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રિન્સિપાલ અને સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી અને જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
કાર બેકાબુ થઈ ડીવાઈટર વટાવી બસ સાથે અથડાઈ, 9 લોકોનાં મોત
નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આજે વલસાડથી ભરૂચ જતી લકઝુરિયસ કારે બસને ટક્કર મારી હતી. જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં ઇજા પામેલા કુલ 11 લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, 17 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા અને એક ને વધુ ઇજા પહોંચતા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કુલ 28 લોકોને ઇજા અને 9 લોકોના મૃત્યુ થયા છે. મૃતકો અંકલેશ્વરની કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાની માહિતી સામે આવી છે. કારમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
મૃતકો ના નામ
મયુર વાવેયા
પ્રજ્ઞેશભાઈ વેકરીયા
ધર્મેશભાઈ શેલડીયા
જયદીપભાઇ પેથાણી
જયદીપભાઇ ગોધાણી
નવનીત ભાઈ ભડીયાદરા
નીતિનભાઈ પાટીલ કંપનીનો ડ્રાઇવર
નવા વર્ષે પર્સમાં રાખો આ 5 ચીજો, વોલેટમાં નહીં ખૂટે રૂપિયા
- જો તમે પૈસાની અછતથી પરેશાન છો, તો નવા વર્ષ 2023ના પહેલા શુક્રવારે દેવી લક્ષ્મીને પૂજામાં પાંચ નાની એલચી ચઢાવો અને પછી તેને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે પર્સ ક્યારેય ખાલી થતું નથી.
- ચોખાને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, વર્ષના પ્રથમ દિવસે મા લક્ષ્મીના ચરણોમાં પૂરા ચોખા (તૂટેલા નહીં) અર્પણ કરો અને પછી તેને તમારા પાકીટમાં રાખો. આ સાથે વર્ષભર આશીર્વાદ રહેશે. બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે.
- શાસ્ત્રો અનુસાર નવા વર્ષમાં શુક્રવારે મા લક્ષ્મીની પૂજામાં ચાંદીનો સિક્કો અર્પણ કરવો જોઈએ. પછી તેને પર્સમાં રાખો. તે આખા વર્ષ દરમિયાન સંપત્તિ આપે છે. ધ્યાન રાખો કે જ્યાં ચાંદીના સિક્કા રાખવામાં આવે છે, ત્યાં બીજું કંઈ ન હોવું જોઈએ.
- હિંદુ ધર્મમાં પીપળ ખૂબ પૂજનીય છે. કહેવાય છે કે નવા વર્ષમાં પીપળાના પાનને આમંત્રિત કરીને શુભ મુહૂર્તમાં નોટોની સાથે પર્સમાં રાખવું જોઈએ. આમ કરવાથી પૈસાની કમી નહીં રહે.
- જેમ વર્ષના પ્રથમ દિવસે લોકો નવા સંકલ્પ લે છે, તેવી જ રીતે લાલ કાગળ પર તમારી ઈચ્છા લખીને તેને રેશમના દોરાથી બાંધીને તમારા પર્સમાં રાખો. એવું માનવામાં આવે છે કે આ ઈચ્છા એક વર્ષમાં પૂરી થઈ શકે છે.
- ચામડાના પર્સમાં ક્યારેય દેવી-દેવતાઓના ફોટા ન રાખવા જોઈએ. આ અયોગ્ય છે, કારણ કે પર્સમાં ગંદા હાથનો ઉપયોગ થાય છે. તેને ઓમ અથવા સ્વસ્તિક જેવા શુભ પ્રતીકો દ્વારા બદલી શકાય છે.