(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ડુપ્લીકેટ LC બુક આવી સામે, આ રીતે કૌભાંડ આવ્યું પ્રકાશમાં
Rajkot News: નાયબ નિયામક અધિકારી જે. એ.બારોટે સમગ્ર કોભાંડ ઝડપી પાડ્યું હતું. મહુવા અને દ્વારકાના LC રજૂ કરવામાં આવ્યા હતા..
Rajkot News: રાજ્યમાં નકલીનો રાફ્ડો ફાટ્યો હોય તેમ લાગે છે. નકલી સીએમઓ, પીએમઓ, ડીવાયએસપી, ટોલનાકું ઝડપાયા બાદ હવે રાજકોટમાં ડુપ્લીકેટ LC બુક સામે આવી છે. જાતિના દાખલો કાઢવા માટે ડુપ્લીકેટ LC મૂકી હતી.. વચેટિયા દ્વારા 3500 રૂપિયામાં LC આપવામાં આવતું હતું. રાજકોટ બહુમાળી વિકસતી જાતિ વિભાગના અધિકારીને શંકા જતાં તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.
નાયબ નિયામક અધિકારી જે. એ.બારોટે સમગ્ર કોભાંડ ઝડપી પાડ્યું હતું. મહુવા અને દ્વારકાના LC રજૂ કરવામાં આવ્યા હતા..
બહુમાળીમાં એજન્ટ તરીકે બેસતા હતા વચેટીયાઓ
પ્રદ્યુમન નગર પોલીસે ડુપ્લીકેટ એલ.સી કાઢનાર 4 શખ્સોની અટકાયત કરી હતી અને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા સમગ્ર કોભાંડની જાણ અધિકારીઓને કરવામાં આવી હતી. પકડાયેલા ચારેય શખ્સો બહુમાળીમાં એજન્ટ તરીકે બેસતા હતા. વચેટીયાઓ દ્વારા ડુપ્લીકેટ એલ.સી કાઢી આપવામાં આવ્યા હતા.
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઈ ભાષામાં આપવું ?
પ્રાથમિક શાળાના ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતીમાં આપવું .
પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું .
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં LC ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપવું .
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી માધ્યમમાં LC અંગ્રેજીમાં આપવું .
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો :
ડુપ્લીકેટ LC આપવાની સંપૂર્ણ સત્તા આચાર્યની છે .
ડુપ્લીકેટ LC વિદ્યાર્થી કે તેના વાલીને જ આપી શકાય . ડુપ્લીકેટ LC આપવું કે ન આપવું એ આચાર્યની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે .
ડુપ્લિકેટ LC આપવા માટે યોગ્ય આધારો મેળવી નિયમ મુજબ કાર્યવાહી કરી આચાર્ય દ્વારા ડુપ્લીકેટ LC આપી શકાય છે . ( અરજી ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર એફીડેવિટ અને અન્ય આધારો )
ડુપ્લીકેટ LC નો નિયમ નથી પરંતુ માત્ર ડુપ્લીકેટ LC માટેનો નિયમ છે . ત્રીજી વખત LC આપવાનું થાય તો તે પણ ડુપ્લીકેટ LC કહેવાય .
વિદ્યાર્થીને પ્રથમ વખત LC ફ્રીમાં આપવું . પછીની દરેક વખતે રૂપિયા ૫ ( પાંચ ) લઈ શકાય .
LC બુકના પુંઠા પર LC ની સમરીની વિગતો લખવી કે LC ની તારીજ લખવી . ( જેથી LC નો દુરુપયોગ અટકાવી શકાય . )
વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી વખતે LC હાથમાં આવે કે તરત જ ચેક કરવું કે તેમાં કોઈ કોલમ ખાલી નથી . વિગતોમાં છેકછાક નથીને , સહી છે . વગેરે અને જો ભૂલ જણાય તો તરત જ સુધારો કરાવવા પરત કરવું .
Lc વગર શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ ન આપવો . કે Lc મળવાની આશાએ પ્રવેશ ન આપવો.
શાળામાં એકવાર પ્રવેશ મેળવી લે ( જનરલ રજિસ્ટરમાં નોંધ થઈ જાય પછી કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીને જૂની શાળાનું LC પરત ન કરવું . પરંતુ વિદ્યાર્થી LC પરત માંગે તો આપની શાળાનું LC આપવું .
અન્ય બોર્ડના LC પાછળ સક્ષમ અધિકારીની કાઉન્ટર સહી જરૂરી છે .
અન્ય બોર્ડના LC માં આપેલી જ વિગતોની નોંધ જનરલ રજિસ્ટરમાં કરવી , LC માં ન હોય તેવી એક પણ નોંધ જનરલ રજિસ્ટરમાં ન કરવી .
પ્રવેશ મેળવ્યા બાદ LC ને વેરિફાઈ કરાવવા .
LC માં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો કરાવવા માટે નિયમ મુજબ સુધારો કરાવ્યા બાદ જ સુધારો કરવો .
LC માં કે જનરલ રજિસ્ટરની નોંધમાં સુધારો એક વાર વિદ્યાર્થીએ જાહેર પરીક્ષા આપ્યા બાદ સક્ષમ સત્તાધિકારી પાસે થઈ શકતો નથી . પરંતુ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડરના આધારે સક્ષમ સત્તાધિકારીની મંજુરી બાદ જ કરી શકાય છે .
LC માં વધારે ભૂલો થયેલ હોય તો નવું LC બનાવી આપવું . જૂનું LC ૨૬ ( CANCEL ) કરવું .
શાળામાં ધોરણ -૮ કે ૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓને શાળાના ઉપરના ધોરણમાં જ અભ્યાસ કરવાના હોવાથી LC વિદ્યાર્થીને આપતા નથી , જે બાબત યોગ્ય નથી .
પહેલેથી ચાલી આવતી વયપત્રકની ભૂલો સક્ષમ સત્તાધિકારી પાસે સુધારો કરાવ્યા બાદ જ વયપત્રકમાં સુધારો કરવો