Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી.
Latest Rajkot News: રાજકોટ હીરાસર એરપોર્ટ (Rajkot Hirasar international airport) પર ભારે પવન અને વરસાદના લીધે કેનોપી (part of canopy collapses) તૂટી પડ્યો હતો. છે. જોકે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 (Delhi Airport Terminal 1) જેવી દુર્ઘટના થતાં થતાં બચી ગઇ હતી. રાજકોટ હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ-ડ્રોપ એરિયામાં (passenger pickup and drop area )ઉપર લાગેલી કેનોપી તૂટી પડી (outside the airport terminal) હતી. જોકે સદનસીબી કોઇ જાનહાનિ સર્જાઇ નથી. પીએમ મોદીએ જુલાઇ 2023 માં રાજકોટ એરપોર્ટની નવી ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1400 કરોડ કરતાં વધુ ખર્ચે આ એરપોર્ટનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ પર 1 ની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યું નિપજ્યું હતું અને કેટલાક લોકોને ઇજા પહોંચી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોન સિસ્ટમ સક્રિય છે. જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામન વિભાગે એ પણ કહ્યું છે કે આગામી 5 દિવસ સુધી વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. આઇએમડીએ દક્ષિણ ગુજરાત માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.
રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરમાં વરસાદી માહોલ છવાતા બપોરે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સારો વરસાદ થતા રાજકોટ શહેરના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની પોલ ખુલી હતી. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાયા હતા. માત્ર એક ઈંચ વરસાદમાં 150 ફૂટ રિંગ રોડ પાણી પાણી થયું હતું. અમિન માર્ગના છેડે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા.
સામાન્ય વરસાદમાં રાજમાર્ગો પર જળબંબાકાર થયા હતા. એસ્ટ્રોન ચોકના નાળામાં વરસાદી પાણી ભરાતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હેમુ ગઢવી હોલ વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજકોટ પ્રશાસનના પાપે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે, દર વર્ષની આ સ્થિતિ છતાં પ્રશાસન સુધરવા તૈયાર નથી. રાજકોટ મનપાનું નઘરોળ પ્રશાસન ક્યારે સુધરશે એ મોટો સવાલ છે.
રાજકોટ મનપાની પ્રિ-મોનસૂન કામગીરી એક ઈંચ વરસાદમાં ડુબી ગઈ છે. રાજકોટમાં આજે ધોધમાર વરસાદની આગાહી છે. રાજકોટમાં આજે અત્યાર સુધીમાં દોઢથી બે ઈંચ સુધીનો વરસાદ થયો છે. રાજકોટમાં અનેક ઠેકાણે વાહનો બંધ થયાની ફરિયાદ છે. રાજકોટ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. કાલાવડ, લોધિકા, આટકોટ તાલુકામાં પણ વરસાદ છે.