શોધખોળ કરો

Rajkot: કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં મોટો ખુલાસો, જે.જે. બૂલિયનને 1 રૂ.થી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું....

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે,

Rajkot News: રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી થઇ રહી છે, શહેરના સોની માર્કેટમાં DDGI દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે, આ દરોડાની કાર્યવાહીને લઇને એક મોટો ખુલાસો આજે સામે આવ્યો છે. જે.જે.બુલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું ખુલ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના સોની બજારમાં DDGI મોટા દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે, આમાં હવે એક મોટો વળાંક સામે આવ્યો છે. રાજકોટમાં કરોડોના બૉગસ બિલિંગ કૌભાંડમાં ખુલાસો થયો છે, તે પ્રમાણે જે.જે. બૂલિયનને એક રૂપિયાથી લઈને 1.50 કરોડની ITC લેવાનું પણ ખુલ્યુ છે. ત્રણ દિવસ અગાઉ આસ્થા ટ્રેડિંગ પર દરોડા પાડ્યા હતા. આ મામલે હિતેશ લોઢીયાની ધરપકડ કરીને તેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, સોની બજારમાં DDGI છેલ્લા ત્રણ દિવસથી દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે, રાજકોટમાં સોની બજારમાં DDGIના દરોડાનો મામલો હવે ચર્ચામાં આવ્યો છે. 1467 કરોડના બૉગસ બિલિંગ કૌભાંડ મામલે તપાસમાં ખુલાસો થયો છે. જે.જે. બૂલિયન પર સર્ચ ઓપરેશનમાં રૂપિયા 1 થી 1.50 કરોડની ITC લેવાનું ખૂલ્યું છે. 3 દિવસ પહેલા સોની બજારમાં આવેલા આસ્થા ટ્રેડિંગ પર દરોડા પડ્યા હતા. આમાં હિતેશ લોઢીયાની ધરપકડ કરી હતી, તેને જ્યૂડિશિયલી કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો છે. હજુ પણ સોની બજારમાં DGGI દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં અત્યાર સુધીનું સૌથી મોટું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  સોની બજારમાં DGGI(Directorate General of GST Intelligence)દ્વારા દરોડા કરી સોથી મોટા કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે.  રાજકોટના આસ્થા ટ્રેડરના હિતેશ લોધિયાની ધરપકડ કરવામાં આવી છે. સોનાના ખોટા બિલો ફાડી ૩ ટકા GSTની ચોરી કરવામાં આવી છે.  44 જુદા-જુદા વેપારીઓના બિલો પાસ ઓન કર્યા હતા. 

પહેલાથી જ રાજકોટમાં યથાવત છે દરોડાનો દૌર

સોની બજારમાં બિલો લેનાર તમામ વેપારીઓ સંકજામાં આવશે. માત્ર રાજકોટ નહિ સૌરાષ્ટ્રભરમાં બિલો આપ્યા હતા. આવકવેરા વિભાગ જરૂર પડે તો ED ને જાણ કરશે.  મસમોટા બિલિંગ કૌભાંડમાં 44 કરોડની ITC બહાર આવી છે.  આસ્થા ટ્રેડિંગ કંપનીના બોગસ બિલિંગ ઝડપાયા છે.  વેપારી હિતેશ લોઢીયાને ઝડપી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.  DGGI દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન મોબાઈલ ,લેપટોપ,તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ કબજે લેવામાં આવ્યા છે.  

રાજ્યના 9 શહેરોમાં GST વિભાગના દરોડા 

રાજ્યના નવ શહેરોમાં GST વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે.  25 વેપારીઓને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. 46 સ્થળ પર તપાસ હાથ ધરીને કુલ 4 કરોડની કરચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.  GSTનું રજિસ્ટ્રેશન લીધા બાદ ટર્ન ઓવર છુપાવીને ગેરકાયદે રીતે કોમ્પોઝિસન સ્કીમનો લાભ લઈ રહેલા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. 

કોમ્પોઝિસન સ્કીમમાં જોડાયા બાદ વેપારીઓ અન્ય મોડસ ઓપરેન્ડીના સહારે GST ચોરી કરવામાં આવતું હોવાને ધ્યાનમાં આવ્યુ હતું. એટલું જ નહીં અનેક વેપારીઓએ GSTનું રજિસ્ટ્રેશન મેળવવું ફરજિયાત છે. તેમ છતા કોઈ રજિસ્ટ્રેશન મેળવ્યું નથી. 

અલગ-અલગ જિલ્લાઓમાં 25 વેપારીઓના 46 સ્થળો ખાતે દરોડા પડતા પ્રાથમિક તપાસમાં આવા વ્યવહારો ઉપર અત્યાર સુધીમાં કુલ 4 કરોડની કરચોરી ધ્યાને આવી છે. GST વિભાગે કરેલી તપાસમાં B2C સેગમેન્ટ એટલે કે મોટાભાગે સીધા ઉપભોકતાઓને માલ -સેવા પુરી પાડતા વિવિધ સેકટરના વેપારીઓ કરચોરી કરતા પકડાયા છે. GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરોમાં હાલમાં ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે વેપારીઓ દ્વારા કરચોરી કરવા અપનાવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી આવા ટેક્ષ પેયરોનું સીસ્ટમ આધારીત ટેક્ષ પ્રોફાઇલીંગ કરવામાં આવે છે. આ તપાસ દરમ્યાન ધ્યાને આવ્યું છે કે B2C સેગમેન્ટમાં અમુક વેપારીઓ જીએસટી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ ટર્નઓવર છુપાવી ગેરકાયદેસર રીતે કમ્પોઝીશન સ્કીમનો લાભ લઇ અથવા તે સિવાય પણ કરચોરી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget