(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: બાઇક પર જોખમી સવારી, છ યુવાનોએ એક બાઇક પર ચઢીને કર્યા ડેન્જરસ સ્ટન્ટ, વીડિયો વાયરલ
રાજ્યમાં ફરી એકવાર સ્ટન્ટ વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ગઇકાલે જાનૈયાઓ દ્વારા પંચમહાલમાં ચાલુ કારે સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો
Rajkot News: રાજ્યમાં ફરી એકવાર સ્ટન્ટ વીડિયો વાયરલ થતાં તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ગઇકાલે જાનૈયાઓ દ્વારા પંચમહાલમાં ચાલુ કારે સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો, હવે આજે રાજકોટમાંથી બાઇક સવારોનો જોખમી સ્ટન્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક જ બાઇક પર છ યુવાનો જોખમી સ્ટન્ટ સવારી કરતાં દેખાઇ રહ્યાં છે.
રાજકોટમાંથી રાત્રિના સમયે કેટલાક યુવાનો દ્વારા ભરચક રસ્તાં પર જોખમી સ્ટન્ટ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, રાજકોટના કાલાવાડ રૉડનો આ વીડિયો છે. આ વીડિયોમાં રાજકોટમાં આવેલા કાલાવડ રૉડના મોટા મવા રૉડ ઉપર એક બાઇક પર છ યુવાનો જોખમી સ્ટન્ટ કરી રહ્યાં છે, પુરપાટ ઝડપે દોડતી બાઇક પર કુલ છ યુવાનો સ્ટન્ટ કરી રહ્યાં છે, જેમાં બે યુવાનો ઉભા થઇને સ્ટન્ટ કરતાં દેખાઇ રહ્યાં છે. આ રૉડ પર ભારે વાહનોની સતત અવરજવરના રહે છે જેના કારણે આવી જોખમી સવારી મોટી દૂર્ઘટના સર્જી શકે તેમ છે. સોશ્યલ મીડિયા પર આ જોખમી સવારીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયો બાદ પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
અમદાવાદ મનપાના વોર્ડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ ACBની કાર્યવાહી, 2.75 કરોડની મળી અપ્રમાણસર મિલકત
અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. તપાસમાં સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમની પાસેથી 2.75 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો થયો છે. આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાની બાતમી મળી છે. આ લાંચિયા અધિકારી સુનીલ રાણાના સુઘડના મકાને abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. અહીં સુઘડની શ્રીબાલાજી અગોરા રેસીડેન્સીમાં સુનીલ રાણાએ પત્નીના નામે ફ્લેટ લીધો છે. મનીષા રાણાના નામે F2મા 9 નંબરનો ફ્લેટ છે. વર્ષ 2014માં સુનીલ રાણા એ પત્નીના નામે ફ્લેટ ખરીદ્યો હતો. સુનીલ રાણાએ અંદાજિત રૂ. 14 લાખમાં આ ફ્લેટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે.
ઇમરાન ખેડાવાલેએ ભ્રષ્ટ્ર અધિકારી મામલે આપ્યું નિવેદન
તો આ સમગ્ર મામલે જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં અરજી ગઈ છે. જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું વિધાનસભા માં આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે, કોટ વિસ્તારમાં નવા GDCR અને નવી પોલિસી માટે હું બિલ લાવવા પણ માંગણી કરવાનો છું.