Rajkot: નકલી તાંત્રિક પકડાયો, વિધિ કરવાના બહાને લાખો રૂપિયા ખંખેરીને રાજસ્થાન ભાગ્યો હતો તાંત્રિક.....
રાજકોટમાં ભોગ બનનાર એક વ્યક્તિએ પોતે એક બાબા દ્વારા ઠગી છે, આ અંગે ભોગ બનનારે રાજકોટના ભક્તિનગર પોલીસે ઠગાઈ કરનાર નકલી તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી હતી,
Rajkot: રાજકોટમાંથી વધુ એક બાબાની કરતૂત સામે આવી છે, રાજકોટમાં વિધિ કરવાના બહાને એક નકલી તાંત્રિકે બાબાએ લાખો રૂપિયા ખંખેરી લીધાની ફરિયાદ સામે આવી છે. પોલીસને ફરિયાદ મળ્યા બાદ નકલી તાંત્રિકને દબોચી લેવામાં આવ્યો છે.
રાજકોટમાં ભોગ બનનાર એક વ્યક્તિએ પોતે એક બાબા દ્વારા ઠગી છે, આ અંગે ભોગ બનનારે રાજકોટના ભક્તિનગર પોલીસે ઠગાઈ કરનાર નકલી તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદના આધારે પોલીસે આ નકલી તાંત્રિકને ઝડપી લીધો હતો, આ તાંત્રિક રાજસ્થાન ભાગી ગયો હતો પરંતુ ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા રાજસ્થાન ભાગેલા તાંત્રિકની આખરે ધરપકડ કરી લીધી હતી. તાંત્રિક વિરુદ્ધ આ ફરિયાદ મળ્યા કહેવાઇ રહ્યું છે કે, રાજકોટમાં બીજા કેટલાય લોકોને આ તાંત્રિકે પોતાનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે.
ગુજરાત પ્રવાસ પહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ જાણો શું કર્યો મોટો દાવો
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે. આ પહેલા તેમણે મોટા દાવો કર્યો છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંધશ્રદ્ધા અને નકારાત્મકતાથી બચાવવા દિવ્ય દરબાર કરતા હોવાનો દાવો કર્યો છે. ચમત્કારથી ગેરમાર્ગે દોરતા કેટલાક ગુરૂઓથી બાબા નારાજ છે. ગુજરાતમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિવ્ય દરબારમાં મહિલાઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. 100 જેટલી મહિલા બાઉન્સર સુરક્ષામાં રહેશે. સમગ્ર ડોમમાં સીસીટીવી કેમેરા સજ્જ કરાશે. આયોજક પરિવાર દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. બુંદેલખંડની સ્પેશ્યાલિસ્ટ "કઢી વરા"નામની વાનગી બનાવાશે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. સુરતના લીંબાયતમાં 26 અને 27 મેના યોજાશે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. જેને લઈને તૈયારી ચાલી રહી છે. બાબાના દરબાર માટે નીલગીરી ગ્રાઉન્ડમાં સ્ટેજ બનાવાયો છે. હાલ ગ્રાઉન્ડ પર પેચવર્ક અને લાઈટ એન્ડ સાઉન્ડની કામગીરી ચાલી રહી છે. કાર્યક્રમની તૈયારીની સમીક્ષા માટે ભાજપ ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. બાબાના દિવ્ય દરબારમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ આમંત્રણ અપાયું છે. દાવો છે કે સુરત અને આસપાસના વિસ્તારમાંથી એક લાખ લોકો દરબારમાં ભાગ લેવા પહોંચશે. અમદાવાદમાં પણ બાબાના દિવ્ય દરબારની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે..અમદાવાદમાં 29 અને 30 મેના બાબાનો દિવ્ય દરબાર યોજાશે.