News: દિવાળી ટાણે મુસાફરીમાં ગોલમાલ, રાજકોટ એસટીએ 38 મુસાફરોને ટિકીટ વિના મુસાફરી કરતાં ઝડપ્યા
તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે, દિવાળી ટાણે સરકારી તંત્ર પણ એક્શનમાં આવ્યુ છે. હાલમાં જ રાજકોટ એસટી વિભાગે મોટા કાર્યવાહી શરૂ કરી છે
Rajkot News: તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે, દિવાળી ટાણે સરકારી તંત્ર પણ એક્શનમાં આવ્યુ છે. હાલમાં જ રાજકોટ એસટી વિભાગે મોટા કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 38 જેટટલા ટિકીટ વિનાના મુસાફરોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ એસટી વિભાગે તહેવારોમાં એસટી બસની મુસાફરીનુ સુઘડ બનાવવા માટે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. એસટી તંત્રના વિજિલન્સ વિભાગે બસોમાં અચાનક ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ટિકીટ વિના મુસાફરી કરનારા 38 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા, ટિકીટ વિના પકડાયેલા મુસાફરો પાસેથી કુલ 16 હજારથી વધુનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો, ખાસ વાત છે કે, આ ઘટનામાં ગેરરીતિ કરતા 4 કન્ડક્ટરો સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે. દિવાળીના તહેવારને લઈને ચેકીંગ સ્ક્વૉડ દ્વારા એસટી બસમાં ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં જ એસટી નિગમને મળી છે 40 નવી બસો, UPIની સુવિધા પણ છે....
રાજ્યમાં વધુ એક નવી એસટી બસનો લૉટ એસટી નિગમને મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 40 નવી બસ મળી છે. આ તમામ બસો 2 × 2 છે, આની જાહેર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત છે કે આ સાથે એસટી બસમાં નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી મુસાફરો UPI પેમેન્ટ કરી શકશે. માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય એસટી નિગમને આજથી નવી 40 બસો મળી છે. એસટી નિગમને વધુ 40 બસો મળી છે, જેના માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી દીધી છે. એસટી નિગમ દ્વારા આ બસો 2 × 2 ફોર્મેટમાં બનાવવામાં આવી છે. નવી મળેલી આ 40 બસ પૈકી અમદાવાદને 15 બસો અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે, આ ઉપરાંત બરોડાને 10 બસો, ગોધરાને 6 બસો અને ભરૂચ ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસોની સાથે સાથે UPI સિસ્ટમને પણ અમલી બનાવવામાં આવી છે. UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.
એસટી બસની અંદર હવે મુસાફર અને કન્ડક્ટર વચ્ચે છુટ્ટા પૈસા માટે માથાકૂટ નહીં થાય, એસટી નિગમને આજે 2 હજાર UPI મશીન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઇન પેમેન્ટથી એસટી બસમાં ટિકીટ ખરીદવાની સુવિધા આજથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ આજથી 40 નવી 2 × 2 બસ એસટી વિભાગમાં સામેલ કરવામાં આવી છે. આવનારા એક વર્ષમાં વધુ નવી 2 હજાર બસ એસટી નિગમમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 40 નવી બસના લોકાર્પણ અને UPIથી ટિકિટ ખરીદવાનો પ્રારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. સીધું ઓનલાઈન UPI ના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.