ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં કોંગ્રેસ સાફ થઈ જવાની છે: વજુભાઈ વાળા
વજુભાઈ વાળાએ કહ્યું ખેડૂત બિચારો અને બાપલો ન રહે તે માટે ખેડૂતો માટે પણ પૂરતી જોગવાઈ કરવામાં આવી છે.ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તેવી પણ જોગવાઈ કરી છે
![ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં કોંગ્રેસ સાફ થઈ જવાની છે: વજુભાઈ વાળા Rajkot News: Not only is the opposition party in Gujarat, but the Congress is about to be wiped out: Vajubhai Vala ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં કોંગ્રેસ સાફ થઈ જવાની છે: વજુભાઈ વાળા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/02/29e64b4b57fee421c111b6110de1b3e3170686831878076_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News, Vajubhai Vala on Gujarat Budget: નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. બજેટ રજૂ થયા બાદ રાજકોટમાં રાજ્યમાં પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાનું નિવેદન આપ્યું હતું. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવવામાં આવ્યું છે.શિક્ષણને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શિક્ષણ, ઉદ્યોગો, એગ્રિકલ્ચર વધુ હોય તેમ રાજ્યની આવક વધે અને વિકાસ થાય છે. ગુજરાતમાં ઉદ્યોગોનો વિકાસ થાય તેવી બજેટમાં જોગવાઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે તે મુજબ દરેક લોકોને ઘરનું ઘર મળે તેવી જોગવાઈ કરાઈ છે.ખેડૂત બિચારો અને બાપલો ન રહે તે માટે ખેડૂતો માટે પણ પૂરતી જોગવાઈ કરવામાં આવી છે.ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તેવી પણ જોગવાઈ કરી છે.સંપૂર્ણ પણે રાજ્યના વિકાસની દ્રષ્ટિથી કેન્દ્ર સરકારને અનુસાર બજેટ રજૂ કર્યું. 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકા પરિવર્તિત કરવાની જાહેરાત કરી છે.ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શહેરો તરફ આવે છે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.આ સમયે બજેટની પ્રતિક્રિયા સમયે વજુભાઈએ કોંગ્રેસ આકરા પ્રહારો કર્યા હતા.
વિરોધ પક્ષનું કામ જ છે વિરોધ કરવાનું અને આખે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે. ગુજરાતમાં વિરોધ પક્ષ જેવું છે જ નહીં કોંગ્રેસ સાફ થઈ જવાની છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના વરિષ્ઠ નેતાની મોટી પ્રતિક્રિયા આપી હતી.લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાફ થઈ જશે. આજે ગણ્યા ગાંઠિયા રાજ્યમાં કોંગ્રેસ રહે છે. એક સમયે કેટલા બધા રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી આજે શું પરિસ્થિતિ છે.
કેનેડા અને યુકેના વિઝાના નામે વધુ એક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો, 8 લોકો પાસેથી 20.66 લાખ ખંખેરી લીધા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)