Rajkot: જેતપુરમાં પાણીના ટાંકામાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત, પરપ્રાંતીય શ્રમિક દંપત્તિ પર તૂટી પડ્યું આભ
મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવાગઢ બળદેવ ધાર વિસ્તારમાં રહી મજૂરી કરતા રાજુભાઈ ભુરીયા શિવકૃપા નગરમાં મકાનના કામ અર્થે ગયા હતા. તે સમયે તેમની દોઢ વર્ષની પુત્રી રમતા રમતા ટાકામાં પડી ગઈ હતી.
Rajkot News: રાજકોટના જેતપુરમાં નવા બનતા મકાનના પાણીના ટાંકામાં પડી જતાં દોઢ વર્ષની બાળકીનું મોત થયું હતું. જેના કારણે મજૂરી કરવા આવેલું પરપ્રાંતીય શ્રમિક દંપત્તિ શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
શિવકૃપા નગરમાં બનતા નવા મકાનમાં કામ અર્થે ગયેલા પરપ્રાંતીય મજૂર કામ કરતા ત્યારે દોઢ વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટાકામાં પડી ગઈ હતી. મૂળ મધ્યપ્રદેશના અને હાલ નવાગઢ બળદેવ ધાર વિસ્તારમાં રહી મજૂરી કરતા રાજુભાઈ ભુરીયા શિવકૃપા નગરમાં મકાનના કામ અર્થે ગયા હતા. તે સમયે તેમની દોઢ વર્ષની પુત્રી રમતા રમતા ટાકામાં પડી ગઈ હતી. જે બાદ તેને ટાંકામાંથી કાઢીને જેતપુર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જયાં તબીબે તપાસ કરી મૃત જાહેર કરી હતી. ઘટના અંગે
પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાના સમા સાવલી રોડ ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઝડપની મજા મોતની સજા સાબિત થઈ હતી. સામે આવેલી વિગતો અનુસાર 20 વર્ષીય યુવાન પુરઝડપે મોપેડ ચલાવતો હતો. ઓવર સ્પીડના કરાણે યુવકે મોપેડ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ ઓવર બ્રીજની રેલિંગમાં મોપેડ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર બે યુવાનો સવાર હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમી જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ અન્ય ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાથ ધરાઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નાની વયે હાર્ટ એટેક આવવાની અનેક ઘટનાઓ સામે આવી જ છે અને હજુ પણ આ સિલસિલો યથાવત છે. આ જ ક્રમમાં ગોધરામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોટ થયું છે. ગોંદ્રા કિસાન સોસાયટી વિસ્તારમાં રહેતા 45 વર્ષના ઈસહાક હુસેન સુરતી નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
આ પણ વાંચોઃ
રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી