શોધખોળ કરો

PGVCL: રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરો બેફામ, છેલ્લા સાત મહિનામાં 164 કરોડની વીજચોરી પકડાઇ, જાણો આંકડા....

રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વીજ ચેકિંગની કાર્યવાહીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે

PGVCL Rajkot News: રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાય વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી વીજ ચેકિંગની કાર્યવાહીમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અહીં 164 કરોડથી વધુની વીજચોરી પકડવામાં આવી છે, પીજીવીસીએલની ટીમ દ્વારા સતત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં દરરોજ 17થી 20 લાખ રૂપિયા સુધીની વીજચોરી પકડાઇ રહી છે, સમગ્ર રિઝનમાં દર સાતમાંથી એક કનેક્શનમાં વીજચોરીની ઘટના સામે આવી રહી છે, ખરેખરમાં આ આંકડો ચોંકવનારો છે.

મળતી માહિતી પ્રમાણે, પીજીવીસીએલ છેલ્લા એક વર્ષથી સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વીજચોરીને ડામવા માટે એક્શનમાં છે, સતત દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં દરરોજ મોટા પ્રમાણમાં વીજચોરી પકડાઇ રહી છે. રાજકોટમાંથી જ દરરોજ 17 થી 20 લાખ રૂપિયાની વીજચોરી પકડવામાં આવી રહી છે. ખાસ વાત છે કે, એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 દરમિયાન 164 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. ઓક્ટોબર મહિના દરમિયાન 35 કરોડ રૂપિયાની વીજચોરી પકડાઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓક્ટોબર મહિના દરમિયાન 56000 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, એમાંથી 8000 કનેક્શનમાંથી વીજચોરી પકડાઇ છે. દરેક સાત કનેક્શનમાંથી એક કનેક્શનમાં વીજચોરી પકડાઇ રહી છે, જે ખરેખરમાં ચિંતાજનક છે. છેલ્લા સાત મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છની 9 આઈસ ફેક્ટરીમાંથી 7.50 કરોડની વીજચોરી પકડાઈ છે.

આ પહેલા પણ સૌરાષ્ટ્રમાં PGVCLએ સપાટો બોલાવ્યો હતો 

રાજકોટમાંથી ફરી એકવાર વીજ કંપની PGVCLની મોટી કાર્યવાહી કરી હતી. અહીં PGVCL ટીમે અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરતાં કરોડોની ચોરી પકડી પાડી છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCLએ ચાર મહિનામાં 82 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડી હતી. PGVCLએ એક લાખ 13 હજારથી વધુ વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી જેમાંથી 27 હજાર 254 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 15 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હતી. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટ સહિતના વિસ્તારોમાં PGVCLની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ છે આમાં પાંચ દિવસમાં દોઢ કરોડથી વધુની વીજ ચોરીને પકડી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં PGVCLની ટીમે પાંચ દિવસની દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં 44 ટીમો કામે લાગી હતી, આ તમામ ટીમે ચેકીંગની કામગીરી દરમિયાન આજી, ખોખડદડ, મોરબી રૉડ ઉપરના વિસ્તારોમા દરોડા પાડ્યા હતા, આ દરોડામાં લગભગ પાંચ દિવસમાં દોઢ કરોડની વીજ ચોરીને પકડી પાડી હતી. આમાં 108 કનેક્શનમાંથી 83 લાખને વીજ ચોરી પણ પકડાઇ હતી. જોકે, આ કાર્યવાહી કરવા છતાં હજુ પણ PGVCLની ટીમે વીજ ચોરો સામેની આ ઝૂંબેશને યથાવત રાખી છે.

બિપરજૉય વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન પાવર ઇલેક્ટ્રિક કંપની PGVCLને થયુ હોવાનું સામે આવ્યુ છે. બિપરજૉય વાવાઝોડાથી PGVCLને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યુ છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં PGVCLને અંદાજિત 125 કરોડથી વધુનો ફટકો પહોંચ્યો છે. આમાં સૌથી વધુ નુકસાન જામનગરમાં થયુ છે, જામનગરમાં 64 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ PGVCLને નુકસાનમાં ક્યાંક ટીસી ડેમેડ થયા છે, તો ક્યાંક પાવર સપ્લાય લાઇનો તુટી ગઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હજારો વીજપૉલ ધરાશાયી થયા છે. બિપરજૉયના કેરના કારણે સૌરાષ્ટ્રમાં 870 ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. આ નુકસાનીમાં સૌરાષ્ટ્રમાં 38,529 જેટલા વીજપૉલ ડેમેજ થયા છે અને 5224 ટીસી ડેમેજ થયા હોવાનું સામે આવ્યુ છે. PGVCLને સૌથી વધુ નુકસાન રાજકોટ, મોરબી, પોરબંદર, જુનાગઢ, જામનગર, ભુજ, અંજાર, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગરમાં કુલ 125.16 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget