Rajkot: શિયાળામાં જ રાજકોટ સૌનીના આધારે, આજી ડેમમાં છોડાયુ નર્મદાનું 530 MCFT પાણી
ચોમાસુ પુરુ અને શિયાળાની શરૂઆતથી જ રાજકોટમાં પાણીની સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે, જિલ્લામા ઠેર ઠેર પાણીનો કાપ જોવા મળી રહ્યો છે
Rajkot News: ચોમાસુ પુરુ અને શિયાળાની શરૂઆતથી જ રાજકોટમાં પાણીની સમસ્યાઓ શરૂ થઇ ગઇ છે, જિલ્લામા ઠેર ઠેર પાણીનો કાપ જોવા મળી રહ્યો છે. ઠંડીની શરૂઆતથી જ રાજકોટ આખુ સૌનીના આધાર પર આવી ગયુ છે. ત્યારે રાજકોટમાં હવે નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ છે. હાલમાં મળતા રિપોર્ટ અનુસાર, રાજકોટમાં આજી ડેમમાં નર્મદાના પાણી છોડવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, રાજકોટમાં 1800 MCFTની પાણીની માંગની સામે 750 MCFT જેટલુ પાણી જ મંજૂંર કરાયુ છે. આમાંથી આજે 530 MCFT પાણી છોડવામાં આવ્યુ છે.
રાજકોટમાં ફરી એકવાર પાણીની વિકટ સમસ્યા ઉનાળામાં ઉભી થઇ શકે છે. ઉનાળા પહેલા શિયાળામાં જ આજી ડેમમાં પાણીની ઘટ જોવા મળી રહી છે, જોકે, હવે રાજકોટમાં પાણી મુદ્દે હાલની પારાયણ બંધ થઇ છે. હાલમાં જ ઉનાળા સુધી ચાલે તેટલું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે. રાજકોટના આજી ડેમમાં અત્યારે સૌની યોજનાના આધારે 530 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે. 1800 MCFT પાણીની માંગ કરી હતી, જોકે, પ્રથમ તબક્કામાં 750 MCFT પાણી મંજૂર કરવામાં આવ્યું હતું. શિયાળો શરૂ થતાં જ રાજકોટ સૌનીના આધારે આવી ગયુ છે. આ બધાની વચ્ચે હવે સરકાર અને રાજકોટ વાસીઓને નવા જળ સંગ્રહ સ્ત્રોતો શોધવાની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.
સૌરાષ્ટ્ર યૂનિ.ની ઘોર બેદરકારી, હજુ સુધી 30 હજાર વિદ્યાર્થીઓને નથી મળી ડિગ્રી, 150 વિદ્યાર્થીઓ રહ્યાં છે ગૉલ્ડ મેડલથી વંચિત
રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં સપડાઇ છે. રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનો ફરી એકવાર અણધડ વહીવટ ચાલી રહ્યો હોવાનુ સામે આવ્યુ છે, જેના કારણે વિદ્યાર્થીઓને વેઠવુ પડી રહ્યુ છે. હાલમાં જ સમાચાર છે કે, સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના 30 વિદ્યાર્થીઓ ડિગ્રીથી વંચિત છે, તો વળી 150 વિદ્યાર્થીઓ ગૉલ્ડ મેડલથી વંચિત રહ્યાં છે. યૂનિની મોટી બેદરકારીના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થયુ છે.
સમાચાર છે કે, રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં મોટી બેદરકારી સામે આવી છે, ઘોર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. માહિતી છે કે, રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારીના કારણે 30 હજાર વિદ્યાર્થી ડિગ્રીથી વંચિત રહ્યાં છે. આ ઉપરાંત 150 વિદ્યાર્થીઓ ગૉલ્ડ મેડલથી વંચિત છે. અત્યારે પરિસ્થિતિ એવી પેદા થઇ છે કે, હવે વિદ્યાર્થીઓએ ગૉલ્ડ મેડલ અને ડિગ્રી મેળવવા આંદોલન કરવું પડી શકે છે. ડિગ્રીના અભાવે જે વિદ્યાર્થીઓનો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું છે તે પણ નથી જઇ શકતા, યૂનિવર્સિટીના અણધડ વહીવટ અને અણઆવડતના કારણે આ વર્ષે હજુ સુધી પદવીદાન સમારોહ પણ નથી યોજાયો.