શોધખોળ કરો

Rajkot: રાજકોટ-જામનગર હાઇવે પર 60 કરોડના ખર્ચે બનેલો ઓવરબ્રિજ તૈયાર, ક્યારે થશે લોકાર્પણ ને શું છે ખાસિયતો ?

રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે

Rajkot-Jamnagar Highway Over Bridge: રાજ્યમાં વધુ એક વિકાસના કામને આગામી દિવસોમાં ખુલ્લુ મુકવામાં આવશે, હાલમાં જ મળેલા તાજા રિપોર્ટ પ્રમાણે, રાજકોટ-જામનગર હાઇવેને જોડતો એક ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. રાજકોટ-જામનગર હાઇવેને જોડતા માધાપર ચોક ખાતે આ ઓવરબ્રિજને 60 કરોડોથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી સપ્ટેમ્બરમાં આ ઓવરબ્રિજના લોકાર્પણની શક્યતાઓ છે. 

રિપોર્ટ પ્રમાણે, રાજકોટ-જામનગર હાઇવેને જોડાતો આ ઓવરબ્રિજ લગભગ 60 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો છે, અને આ રાજકોટના માધાપર ચોકમાં બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજને ખુલ્લો મુક્યા બાદ 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. ઓવરબ્રિજના લોકાર્પણ બાદ માધાપર ચોક ખાતે મોરબી હાઇવે જોડતા રિંગરોડ પર પણ બીજો એક મોટો બ્રિજ બનશે. તાજેતરમાં 129 કરોડના ખર્ચે બનેલા સૌરાષ્ટ્રના પ્રથમ ડબલ ડેકર બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં વધુ એક નવો ઓવરબ્રિજ લોકાર્પણ થવાની શક્યતા છે. 

રાજકોટ-જામનગર હાઇવે પરરના ઓવરબ્રિજની ખાસિયતો - 
- 1124.70 મીટર લાંબો છે
- 23.82 મીટર પહોળો છે
- 5.50 મીટર ક્લિયર હાઇટ છે
- 9.10 મીટર પહોળાઈનો સર્વિસ રોડ પણ છે 

ખાસ વાત છે કે, રાજકોટ-જામનગર હાઇવેને જોડતો આ ઓવરબ્રિજ બનાવવાથી જામનગર રૉડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે.

રાજકોટમાં અહીં પણ બનશે બે મોટા બ્રિજ

રાજકોટ શહેરમાં વધુ એક વિકાસના કાર્યને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં વધુ બે નવા બ્રિજ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બે શહેરમાં નવા બ્રિજ બનાવવાનું પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. મનપાએ આ માટે કવાયતો પણ શરૂ કરી છે, શહેરમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ અને રિંગરૉડ 2 ઉપર આ બન્ને નવા બ્રિજ મનપા દ્વારા બનાવવામાં આવશે. મનપાની અંદર બ્રિજ ડિઝાઇન બનાવી શકે એવા ઇજનેર ના હોવાથી સલાહ અને સૂચન માટે ખાનગી એજન્સી પાસેથી કામ લેવા કરોડો ખર્ચ થશે. આના પરથી કહી શકાય કે રાજકોટવાસીઓને વધુ વિકાસના કાર્યોની ભેટ મળી શકે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી

ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?

South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત

Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
Mahakumbh 2025: મહાકુંભથી અર્થવ્યવસ્થાને થશે ફાયદો, CAITનો દાવો- '2 લાખ કરોડ રૂપિયાનો થશે બિઝનેસ'
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

Embed widget