શોધખોળ કરો

Rajkot: રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઈમના શિકાર બન્યા, ભાજપનો કાર્યકર હોવાનું કહી 15 હજારનો કરી છેતરપિંડી

ભાજપના સિનિયર નેતા તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરીયાને એક યુવકે ફોન કરીને કહ્યું હતું કે તે ભાજપનો કાર્યકર છે અને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી 15000 રૂપિયાની માંગણી કરી હતી.

Rajkot News:  રાજ્યસભાન સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે. ભાજપના કાર્યકર હોવાનું કહીને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી એક વ્યક્તિએ ૧૫૦૦૦ રૂપિયાની છોતરપિંડી કરી હતી. રામ મોકરિયાએ ૧૫૦૦૦ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.  

શું છે મામલો

ભાજપના સિનિયર નેતા તેમજ રાજ્યસભા સાંસદ રામ મોકરીયાને એક યુવકે ફોન કરીને કહ્યું હતું કે તે ભાજપનો  કાર્યકર છે અને પિતાનું મૃત્યુ થયું છે તેમ કહી 15000 રૂપિયાની માંગણી કરી હતી.  સાંસદ રામ મોકરીયાએ રૂ.15000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા કર્યા હતા. જો કે બાદમાં ફોન કરનાર યુવકનું લોકેશન  છત્તીસગઢમાં નીકળ્યું હતું, જે બાદ સાંસદને જાણ થઇ હતી કે તે છેતરપીંડીનો ભોગ બન્યા છે.

તાજેતરમાં નકલી બિરાયણની ખેડૂતોની રાજ્યવ્યાપી ફરિયાદો બાદ ભાજપના સાંસદ મેદાનમાં આવ્યા હતા. રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને નકલી બિયારણ અંગે પત્ર લખ્યો હતો. મોકરિયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્યસ રકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. મારી પાસે જે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ મેં પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવું જોઈએ. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે.

થોડા મહિના પહેલા સાંસદ રામ મોકરીયાની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં લખ્યું હતું કે,  એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
6 Airbag Cars: છ એરબેગ સાથે આવે છે આ પાંચ કાર, કિંમત છે 10 લાખ રૂપિયાથી પણ ઓછી
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Embed widget