Passed Away: જેતપુરના રાજવી મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ
રાજકોટમાંથી વધુ એક શોકના સમાચાર સામે આવ્યા છે, રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું આજે નિધન થયુ છે.
Passed Away: રાજકોટમાંથી વધુ એક શોકના સમાચાર સામે આવ્યા છે, રાજકોટના જેતપુરમાંથી પીઠડીયાના છેલ્લા રાજવી સાહેબનું આજે નિધન થયુ છે. રાજવી સાહેબના નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.
માહિતી પ્રમાણે, આજે સવારે રાજકોટના જેતપુરના રાજવી, જેતપુર સ્ટેટના ચાપરાજ વાળાના વંશજ મહિપાલ વાળા સાહેબનું નિધન થયુ છે. મહિપાલ વાળા સાહેબનું 74 વર્ષની વયે નિધન થયુ છે, આ નિધનના સમાચારથી ભારે શોક ફેલાયો છે. જેતપુરના (પીઠડીયા) છેલ્લા રાજવી દરબારશ્રી મહિપાલ વાળા સુરગ વાળા સાહેબે આજે સવારે નાદુરસ્ત તબિયતના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજવી પરિવાર દ્વારા ધારેશ્વર સ્થિત દરબારગઢ ખાતે મહારાજા સાહેબના પાર્થિવ દેહને બપોરના 4 કલાકે સ્મશાન યાત્રા નીકળશે. મહિપાલ વાળા સાહેબ ભારત સરકારે જાહેર કરેલા જેતપુરના છેલ્લા રાજવી હતા. મહિપાલ વાળા સાહેબે દુંન સ્કૂલ દેહરાદૂન, રાજકુમાર કૉલેજ રાજકોટ તથા સેન્ટ જેવિયર્સ કૉલેજ બૉમ્બેમાં અભ્યાસ કર્યો હતો, આ ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત રાજકુમાર કૉલેજના ૮ વર્ષ સુધી પ્રમુખ પણ રહ્યાં હતાં મહારાજ સાહેબના નિધનથી રાજવી પરિવારની સાથે સાથે જેતપુરમાં પણ ઘેરો શોક ફેલાઈ ફેલાયો છે.