શોધખોળ કરો

Rajkot: ગર્ભ પરીક્ષણ કરતી યુવતીએ કહ્યું, 'ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના'

પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના.

રાજકોટઃ શહેરમાં ઓરડી ભાડે રાખી માતાના પેટમાં જ દીકરીને મારી નાંખવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં ઓરડી ભાડે રાખી ગર્ભ પરીક્ષણ કરતી યુવતીને પોલીસે ઝડપી પાડી છે. 12 ધોરણ પાસ સરોજ ડોડીયા નામની યુવતી ગર્ભ પરીક્ષણ કરી હતી.

સરોજ ડોડીયા રૂપિયા 18 હજારમાં ગર્ભપાત કરતી હતી. મુખ્ય સૂત્રધાર સરોજ ડોડીયા અને એક મહિલા સાથી હતી. એક મહિલા ફરાર થઈ તે સોનોગ્રાફી કરવાની હતી. પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો વિસ હજાર અલગથી આપવાના.

પોલીસે ડમી ગ્રાહક મોકલી આખું કરસ્તાન ઝડપી પાડ્યું છે. ગર્ભ પરીક્ષણ સાથે ગર્ભપાત પણ કરતી હોવાનું સામે આવ્યું છે. રૈયા રોડ પર આવેલ શિવપરામાં મકાન ભાડે રાખી આ કૃત્ય આચરવામાં આવતું હતું. SOG ગર્ભપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. મનપા આરોગ્ય અધિકારી લલિત વાજા ફરિયાદી બન્યા છે. પોલીસે  સોનોગ્રાફી મશીન, ચિપિયા, કાતર, ગર્ભપાત કરવાનું ટેબલ અને દવા સહિતની વસ્તુ કબજે કર્યા છે. 

Surat : ગર્ભવતી યુવતીએ બે વર્ષીય પુત્રની હત્યા કરી બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને કરી લીધો આપઘાત
સુરતઃ સુરતના કડોદરામાં સગર્ભા માતાએ પુત્રની હત્યા કર્યા બાદ ચોથા માળેથી કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંધ ઘરમાંથી દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. સગર્ભા અને પુત્રના મોતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.  કડોદરા શ્રીનિવાસ ગ્રીનસીટી સાંઈ યુનિકમાં મહેશ જિલાજીત પાંડે (મૂળ- ઉત્તર પ્રદેશ) પત્ની બિનિતાદેવી (ઉ.વ.૩૨), પુત્ર આર્યન અને ક્રિષ્ના (ઉ.વ.૨) તેમજ પિતાજી જીલાજીત પાંડે સાથે રહે છે. તેમજ સુરતના સચીન ખાતે સંચા મશીનમાં કામ કરે છે. 

બિનિતાદેવી હાલ પાંચ માસની ગર્ભવતી હતી. મંગળવારે રાતે બિનિતાદેવી પોતાના બંને પુત્રો આર્યન અને ક્રિષ્ના સાથે રૂમમાં ઉંઘી ગઈ હતી. જ્યારે બીજા રૂમમાં મહેશ પાંડે પિતા જીલાજીત સાથે ઉંઘી ગયા હતા. દરમિયાન વહેલી સવારે ચાર વાગે સુરતના ઉધના ખાતે રહેતી પોતાની નણંદ સીમાને ફોન કરી પોતે નાના પુત્ર ક્રિષ્નાને મારી નાખી બિલ્ડિંગના અગાસીમાં જઇ નીચે કુદી આત્મહત્યા કરૃં છું તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. આ પછી તેણે નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. 

કડોદરા પોલીસે હાલ મહેશ પાંડેની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ક્રિષ્નાની લાશનું પીએમ કરાવતા શ્વાસ રુંધાવાથી મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. પોલીસે બિનિતાદેવી વિરૃધ્ધ બે વર્ષના પુત્ર ક્રિષ્નાની હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. 

સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીમાં આવેલા યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો, જેથી પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અલગ અલગ દીશામાં તપાસ કરી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
Accidents: રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામ સામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત, જાણો રાજ્યમાં આજે ક્યાં ક્યાં થયા અકસ્માત
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
6 કલાકના વરસાદમાં મુંબઈ ડૂબ્યુ! શાળાઓ બંધ કરવી પડી, લાઈફલાઈન અટકી ગઈ, 27 ફ્લાઈટ્સ ડાયવર્ટ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
Embed widget