Rajkot: કિન્નરો અને રીક્ષાચાલકો વચ્ચેની મારામારી કેસમાં 15ની ધરપકડ, રસ્તામાં સામે જોવા બાબતે થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં કિન્નરોની રવિવારે રસ્તા પર વાહન અથડાવા બાબતે કેટલાક રીક્ષાચાલકો સાથે બબાલ થઇ હતી

Rajkot: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં રવિવારે બનેલી ઘટનાએ તમામનું ધ્યાન ખેંચ્યુ છે. શહેરના જ્યૂબેલી ગાર્ડન નજીકના રસ્તાં પર કિન્નરો અને રીક્ષાચાલકો વચ્ચે જોરદાર મારામારી થઇ હતી, આ મામલે હવે પોલીસે 11 કિન્નરો સહિત કુલ 15 લોકની ધરપકડ કરી છે. ખરેખરમાં રસ્તાં પર સામે જોવા બાબતે આખી બબાલ મારામારીમાં પરિવર્તિત થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં કિન્નરોની રવિવારે રસ્તા પર વાહન અથડાવા બાબતે કેટલાક રીક્ષાચાલકો સાથે બબાલ થઇ હતી. કિન્નરો અને રીક્ષાચાલકો વચ્ચેની મારામારીને લઇને હવે પોલીસે કાર્યવાહી કરી છે, આ કાર્યવાહીમાં રાજકોટ એ ડિવિઝન પોલીસે 11 કિન્નરો સહિત કુલ 15 લોકની ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં જયુબિલી ચોક પાસે અન્ય સાથે વાહન અથડાતાં કિન્નરો અને રીક્ષાચાલકો વચ્ચે મારામારી થઇ, અને તેમને આરોપ લગાવ્યા છે કે બે શખ્સોએ તેમને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ બે શખ્સોએ છરી અને ધોકા વડે કિન્નરો પર હુમલો કર્યો હતો. તો બીજી તરફ છરી વડે માથાકૂટ કરી રહેલા શખ્સને પણ કિન્નરો દ્વારા માર મારવામાં આવ્યો હતો તેવા પણ એહવાલ મળી રહ્યા છે. સમગ્ર ઘટના બનતા કિન્નરોનું ટોળું ન્યાયની માંગણી માટે પોલીસ સ્ટેશન પહોંચ્યું હતુ. તેમજ આરોપીને પકડી તેનું સરઘસ કાઢવા માટે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને અનુક્રમે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનને પણ કિન્નરોએ માથે લીધું હતું. સમગ્ર મામલે એસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો
'ચાલ તારી મમ્મી બોલાવે છે' કહીને યુવકે યુવતીને ઘરમાં બોલાવીને આચર્યુ દુષ્કર્મ, ઉમરેઠની ઘટનાથી ખળભળાટ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
