શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીના તહેવારોને ધ્યાને રાખી બહાર પાડ્યું જાહેરનામું, શું લગાવ્યો પ્રતિબંધ?
રાજકોટમાં રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ આગામી એક ડિસેમ્બર સુધી જાહેર રોડ-રસ્તા પર ફટાકડા ફોડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા દિવાળી અને દેવદિવાળીને અનુસંધાને આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ચાઈનીઝ તુકકલ કે ચાઈનીઝ લેન્ટર્ન વેચવા કે ઉડાડવા પર પણ પ્રતિબંધ લાદવાાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી તેમજ હોસ્પિટલ આસપાસ 100 મીટર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
રાજકોટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion