શોધખોળ કરો

Rajkot: 28 વર્ષીય સગર્ભા પત્નિના ચારિત્ર્ય પર શંકા રાખી હત્યા કરનારા PSIને આજીવન કેદ, જાણો કોણ છે આ PSI ?

સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે 2013માં 23 જાન્યુઆરીએ સરકારી ક્વાર્ટરમાં સરકારી રિવોલ્વરથી ફાયર કરતાં રસીલાની છાતીમાં ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રસિલાબેનના ભાઈ કોડીનારમા રહેતા ભગવત મશરીભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટઃ રાજકોટની રામનાથપરા પોલીસ લાઈનમાં રહેતા પીએસઆઈ ક્વાર્ટરમાં બી-ડિવિઝનના સબ ઈન્સ્પેક્ટર હીરેનસિંહ પરબતસિંહ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી 28 વર્ષીય પત્ની રસિલાબેન ઉર્ફે રશ્મિની 2013માં હત્યા કરી નાંખી હતી. આ કેસમાં કોર્ટે સસ્પેન્ડેડ પીએસઆઈને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે પીએસઆઈને હત્યાના ગુના ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ, પૂરાવાનો નાશ તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ સજા તથા દંડ ફટકાર્યાં છે. આ કેસમાં કોર્ટે અન્ય આરોપીઓ એવા મૃતકના શ્વસૂર પરબતસિંહ, જેઠ-પોલીસ ઈન્સ્પેક્ટર વિજયસિંહ અને નણંદ મીતાને છોડી મૂક્યાં છે. હીરેન પરમાર સગર્ભા પત્ની રસિલાના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરીને પરેશાન કરતો હતો.

સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે 2013માં 23 જાન્યુઆરીએ સરકારી ક્વાર્ટરમાં સરકારી રિવોલ્વરથી ફાયર કરતાં રસીલાની છાતીમાં  ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક રસિલાબેનના ભાઈ કોડીનારમા રહેતા ભગવત મશરીભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સરકારપક્ષે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ચેતનાબેન આર. કાછડિયાએ દલીલો કરી હતી કે બનાવ વખતે ક્વાર્ટરમાં ત્રીજું કોઈ હાજર નહોતું,. પરમારે  ગૃહકલેશ અને ચારિત્ર્ય પર શંકાને કારણે હત્યા કરી છે. બનાવ વખતે મૃતક રશ્મિ સગર્ભા હતી. બેલેસ્ટિક એક્સપર્ટનો એવો રિપોર્ટ છે કે હીરેનની ગનમાંથી જ ફાયરીંગ થયું હતું તથા બૂલેટ વાગવાથી થયેલી ઈજાના લીધે જ રશ્મિનું મૃત્યુ નિપજ્યું હતું. સરકારી વકીલે પરમારને    સજા થાય એવી અરજ કોર્ટ સમક્ષ કરી હતી હતી.

રાજકોટ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હીરેન પરમાર સગર્ભા પત્ની રસિલાના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરતો હતો. આવા ઝઘડાના કારણે જ બનાવના દિવસે બપોરે પત્ની પોતાના પિયર કોડીનાર જવા નિકળી હતી, પરંતુ હિરેનને કોઈએ જાણ કરી દેતાં તે બસ સ્ટેન્ડ દોડી જઈને પત્નીને પાછી લઈ આવ્યો હતો. હીરેન પત્નિને  ક્વાર્ટરમાં તેને પુરી દઈ બહાર તાળું મારીને જતો રહ્યો હતો. બાદમાં રાતે ઘરે પરત ફરી હત્યા કરી નાખી હતી.

Surat: સ્કૂલ બસના ડ્રાઈવરે 14 વર્ષ નાની શિક્ષિકા સાથે બસમાં બાંધ્યા શરીર સંબંધ, ફરવા લઈ જઈને પણ માણતો શરીર સુખ ને....

ભાજપે 39 સભ્યો અને 37 વિશેષ નિમંત્રિતો સાથે આ રાષ્ટ્રીય મોરચાની કરી જાહેરાત, જાણો ગુજરાત સહિતનાં રાજ્યોમાંથી કોનો સમાવેશ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા

Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી

Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gir Somnath Rain: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, નદી-નાળા છલકાયા
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત પર વધુ એક સિસ્ટમ એક્ટિવ, જાણો ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: ભારે વરસાદથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા, સ્કૂલ-કોલેજ બંધ
Rain: 24 કલાકમાં 11 ઈંચ વરસાદથી સુત્રાપાડા પાણી પાણી, ઘરોમાં પાણી ઘૂસ્યા, હિરણ નદીમાં પૂર

Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ

અમેરિકા જવાનું સપનું જોનારા માટે મોટા સમાચાર, આ ભૂલના કારણે રદ્દ થઈ જશે વીઝા

Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ

Embed widget