શોધખોળ કરો

Rajkot : કોરોનામાં સેવા કરનાર કયા સામાજીક આગેવાનનું FB પર લાઇવ સંગીત સમારોહમાં હાર્ટએટેકથી થયું મોત?

કોરોનાની મહામારી અતુલભાઈ સંધવીએ ઓક્સિજન સહીતની સેવા રાત દિવસ બોલબાલા ટ્રસ્ટમાં બજાવી હતી. અતુલભાઇ સંઘવીના લાઈવનો વિડીયો થયો વાયરલ થયો છે.

રાજકોટઃ રાજકોટના જાણીતા વકીલ અને સામાજીક આગેવાન અતુલભાઈ સંઘવીનુ નિધન થયું છે. નિત્યક્રમ મુજબ રાત્રે FB લાઇવ પર ગીત સંગીતમાં મગ્ન હતા ત્યારે  હાર્ટ એટેક આવ્યો હતો. FB લાઇવ દરમિયાન પ્રાણધાતક હાર્ટ એટેક આવ્યો હતો.

કોરોનાની મહામારી અતુલભાઈ સંધવીએ ઓક્સિજન સહીતની સેવા રાત દિવસ બોલબાલા ટ્રસ્ટમાં બજાવી હતી. અતુલભાઇ સંઘવીના લાઈવનો વિડીયો થયો વાયરલ થયો છે. અતુલભાઇ સંઘવી એક જાણીતા વકીલની સાથે સાથે સામાજીક આગેવાન પણ હતા. અતુલભાઇ સઘવીનું નિધન થતાં સામાજિક ક્ષેત્રના લોકોમાં દુખનું મોજુ ફરી વળ્યું છે.

નવસારીના ક્રેન ઓપરેટરનું અમેરિકામાં નિધન, ક્રેન પલટી જતાં થયો અકસ્માત

નવસારીઃ મૂળ નવસારીના અને અમેરિકામાં રહેતા ગુજરાતીનું એક અકસ્માતમાં નિધન થયું છે. અમેરિકાના ફિલાડેલ્ફિયા ખાતે ક્રેન ઓપરેટર કિરણ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત થયું છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કન્સ્ટ્રકશન સાઇટ પર ક્રેન પલટી જતાં મોત થયું છે. પેન પ્રેસ્બિટેરિયન મેડિકલ સેન્ટરમાં સાવર માટે ખસેડવામાં આવ્યા જ્યાં ડોકટરો દ્વારા એમને મૃત જાહેર કર્યાં હતાં. 

Bhavnagar : 30 વર્ષીય યુવતીની છરીના ઘા મારીને હત્યા, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

ભાવનગરઃ શહેરમાં એક સગીર પછી 30 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.  પરિમલ વિસ્તારમાં યુવતીની હત્યા થઈ ગઈ છે. યુવતીની તેના જ ઘરમાં હત્યા કરી ગોદડામાં લપેટી દેવાઈ હતી. યુવતીની હત્યાને ગોદડામાં લપેટી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. કોણે અને શા કારણે હત્યા કરાઈ તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 

ભાવનગરમાં ગુરુવારે સવારે વરતેજ સીદસર રોડ પર  એક નાળા પાસે સગીરની હત્યા થયેલી લાશ મળી આવી હતી જયારે સાંજે તખ્તેશ્વર પાસેના ફલેટમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. ભાવનગર પોલીસે સઘન તપાસ હાથ ધરી બંને હત્યા માતા-પુત્રની થઇ હોવાનું અને એક જ વ્યકિતએ કરી હોવાનું તેમજ બંનેની લાશની હેરાફેરી માટે એક જ કારનો ઉપયોગ કરાયો હોવાની થિયરી પર વધુ તપાસ હાથ ધરી હોવાનો દાવો એક સ્થાનિક અખબારના અહેવાલમાં કારાયો છે. 

સાંજે તખ્તેશ્વર પાસે જનકલ્યાણ હાઉસીંગ સોસાયટીના ફલેટના બીજા માળેથી અંકીતા પ્રકાશભાઇ જોષી (ઉ.વ.30) ની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી હાલતમાં ગોદડામાં વીંટાળેલી લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંને હત્યા સાથે કોઇ સબંધ છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી હતી.

મૂળ સિહોરની અને ભાવનગરમાં રહેતી અંકીતાએ છૂટાછેડા લીધેલા છે તેમજ છેલ્લા ઘણા સમયથી પોતાના પુત્રને લઇ આ ફલેટમાં રહેતી હતી. તેની સાથે કોઈ યુવક રહેતો હોવાનો પણ એક અખબારે દાવો કર્યો છે. અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા આ યુવકે બંનેની હત્યા કરી નાખી હતી અને બાળકની લાશને કારમાં નાખી સીદસર રોડ પરના આ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી. જ્યારે તે જ કાર દિવસ દરમિયાન આ ફલેટ પાસે પણ જોવા મળી હતી, જેના પરથી પોલીસને આ બન્ને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જો કે, ભેદ ઉકેલવાની સત્તાવાર જાહેરાત આજે થઈ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
ભારતીય રેલ્વે રચશે ઈતિહાસ, આ રાજ્યમાં શરુ થશે હાઈડ્રોજન ટ્રેન,જાણો વંદે ભારતથી કેટલી છે અલગ?
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
Embed widget