(Source: ECI/ABP News/ABP Majha)
RAJKOT : ઉપલેટામાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી, જુઓ Video
Rain in Gujarat : ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
Rajkot : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા અને શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસી ગયા છે.
ઉપલેટા શહેરના વોર્ડ નંબર સાત વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વોર્ડ નંબર સાત રામદેવપીરના મંદિર પાસે ડગલી વાડીમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. જુઓ વિડીયો -
ઉપલેટામાં લોકોના ઘરોમાં ઘુસી ગયા વસરાદના પાણી #Rajkot #Upleta #Rain #Gujarat pic.twitter.com/Va4uRK3bQX
— ABP Asmita (@abpasmitatv) June 25, 2022
સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં સૌરાષ્ટ્રના 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને ખેતીને લાભ થયો અને ડેમોમાં નવા નીર આવ્યાં છે. મોરબીમાં પોણો ઈંચ વરસાદ પડતા મુખ્યમાર્ગો પર જળબંબાકાર થયો હતો. જામનગર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. કાલાવડ પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાતા મકાનોના છાપરા ઉડયા. સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની આગાહી હતી.
ઉપલેટામાં વીજળી પડતા બે બળદના મોત
બે દિવસ પહેલા ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો અને સાથે વીજળીના કડાકા ભડાકા થયા હતા. વીજળી પડવાની એક ઘટનામાં બે બળદોનાં મોત થયાં હતા. ભારે વરસાદ સાથે થતી વીજળીમાં ઉપલેટાના તણસવા ગામે વીજળી પડવાની ઘટનામાં બે બળદોના ઘટનાસ્થળે મોત થયા હતા. વીજળી પડવાની ઘટનામાં બે બળદના મોત થતા ખેડૂત પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી હતી. વીજળી પડવાની ઘટના સામે આવતા આસપાસના પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.