શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

હવામાન વિભાગે આજે રાજકોટમાં વરસાદની આગાહી કરી હતી. રાજકોટ નજીકના ન્યારા સહિતના ગામોમાં વરસાદ છે.

Latest Rajkot News: રાજકોટ જિલ્લામાં સતત ચોથા દિવસે (rain in Rajkot district 4th continue day) વરસાદી વાતાવરણ છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં (Rajkot rural) વરસાદી વાતાવરણ છે. રાજકોટ નજીકના ન્યારા સહિતના ગામોમાં વરસાદ છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો (happy farmers)  માહોલ છે.

હવામાન વિભાગે આજે અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. અમરેલી જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લોકોને પણ ગરમીથી રાહત મળી છે.  અમરેલી જિલ્લા સાવરકુંડલા, લાઠી, લીલીયા બાદ બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગાજવીજ સાથે બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થયા છે.  બાબરાના ચરખા, ચમારડી, નીલવડા, વાવડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણ પલટાયું હતું. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી છે.  

રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો. દ્વારકા જિલ્લાનાં ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે. પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા.

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ

દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 11 જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યું હતું.  જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધવામાં તેને વિલંબ થયો છે કારણ કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓએ તેની ગતિ ધીમી કરી દીધી છે. IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી. ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
Embed widget