શોધખોળ કરો
Advertisement
રાજકોટના બળાત્કારના આરોપીએ સગીર પીડિતા સાથે બે મહિનામાં લગ્નની ખાતરી આપતાં હાઈકોર્ટે આપ્યા જામીન, જાણો વિગત
કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે ચિરાગ મરડિયાના ૧૦,૦૦૦ રૂપિયાના બોન્ડના શરતી જામીન મંજૂર કર્યા છે.
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે હાલમાં જ પોકસો એકટ (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ) હેઠળ જેલની સજા કાપી રહેલા શખ્સને જામીન આપ્યા છે. તેણે કોર્ટમાં વચન આપ્યું કે, જો જામીન મળશે તો તે બે મહિનામાં પીડિતા સાથે લગ્ન કરી લેશે. જો લગ્ન કરવામાં નિષ્ફળ રહે તો કોર્ટ ફરીથી જેલમાં મોકલવાનો આદેશ આપી શકે છે.
મળતી માહિતી મુજબ સગીરાના પિતાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચિરાગ તેમની દીકરીને લલચાવી ફોસલાવી લઈ ગયો છે. જોકે પોલીસે ફરિયાદ બાદ ચિરાગની ધરપકડ કરી હતી. ચિરાગ સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની સામે પોકસો એકટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. યુવતીની ઉંમર 17 વર્ષ અને 8 મહિના હતી.
રાજકોટની સ્પેશિયલ પોકસો કોર્ટે મે મહિનામાં ચિરાગના જામીન ફગાવ્યા હતા. ત્યારબાદ તેના વકીલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, છોકરી ચિરાગ સાથે ભાગી ત્યારે તે સગીર વયની હતી. પરંતુ હવે પુખ્ત વયની થઈ ગઈ છે. સાથે જ ચિરાગે કોર્ટમાં વચન આપ્યું કે, જો તેને જામીન મળશે તો તે બે મહિનામાં યુવતી સાથે લગ્ન કરી લેશે.
હાઈકોર્ટે ચૂકાદામાં નોંધ્યું કે, ચિરાગ મરડિયા પણ પીડિતા સાથે લગ્ન કરવા તૈયાર છે અને તેનો પરિવાર પણ છોકરીને અપનાવવા તૈયાર છે. કોર્ટે કહ્યું, 'અગાઉ કરાયેલી રજૂઆત મુજબ અરજકર્તા જામીન પર છૂટશે કે તરત જ તેના પરિવારજનો પીડિતા સાથે તેના લગ્ન કરાવશે. જેલમાંથી છૂટ્યાના બે મહિનામાં જો છોકરી સાથે લગ્ન ના કર્યા તો અરજકર્તા જેલમાં જવા તૈયાર છે.'
કેસની સુનાવણી બાદ હાઈકોર્ટે ચિરાગ મરડિયાના ૧૦,૦૦૦ રૂપિયાના બોન્ડના શરતી જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ કેસની ટ્રાયલ થાય ત્યારે હાઈકોર્ટના આદેશના પ્રભાવ હેઠળ આવીને ટ્રાયલ કોર્ટ કાર્યવાહી ના કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion