Rajkot : ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 ભાવી ડોક્ટર્સના મોતથી અરેરાટી
આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રાજકોટ: કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાજડી ગામ પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 ભાવી ડોક્ટર્સના મોત નીપજ્યા છે. અકસ્માતમાં બે મેડિકલના વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બેના સારવાર દરમિયાન મોત થયા છે. હજુ એક વિદ્યાર્થી સારવાર હેઠળ છે.
આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ ફોરમનું મોત નીપજ્યું હતું. મૃતક નિશાંત, આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની છે, જ્યારે કૃપાલી ભાવનગરની છે. આ બંને યુવતીઓ અત્યારે સારવાર હેઠળ છે. જોકે, તેમાંથી એકનું મોત નીપજ્યું છે.
ત્રણેય મૃતકો પારુલ યુનીવર્સિટીના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ હોમિયોપેથીક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા. નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે.
અકસ્માતને પગલે આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો કારમાં ફસાયેલા બે યુવકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટ-કાલાવડ-રણુંજા-રાજકોટ રૂટની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફૂર્ચે ફૂર્ચા નીકળી ગયા હતા. ઘટનાને પગલે 108 અને પોલીસ દોડી આવી હતી.
વાજડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રાજકોટ હોમિયોપેથી તબિબી કોલેજના 4 વિદ્યાથીના મોત નીપજ્યા છે. જેમાં બે યુવકો અને બે યુવતીઓ છે. કાર ખિરસરાથી રાજકોટ તરફ આવતી હતી. અચાનક કાબૂ ગુમાવતાં ડિવાઇડર ઠેકી રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી બસ સાથે અથડાઇ હતી. એસટી બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા થઈ છે. મક્કમ ચોકમાં આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટ કરી પરત આવતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.