Rajkot : ST બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 ભાવી ડોક્ટરોના મોતથી અરેરાટી
ત્રણેય મૃતકોપારુલ યુનીવર્સિટીના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ હોમિયોપેથીક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા.
રાજકોટ: કાલાવડ રોડ પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાજડી ગામ પાસે ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ ભાવી ડોક્ટર્સના મોત નીપજ્યા છે. તેમજ હજુ બે યુવાનો કારમાં ફસાયેલા છે.
આ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે, ત્રણેય મૃતકો પારુલ યુનીવર્સિટીના સ્ટુડન્ટ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ હોમિયોપેથીક પારૂલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝીટમાં ગયા હતા. નિશાંત દાવડા, આદર્શ ગોસ્વામી અને ધાગધરીયા ફોરમ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છે.
અકસ્માત પછી ત્રણેયને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમનું મોત નીપજ્યું છે. તેમજ હજુ બે વિદ્યાર્થીઓ કારમાં ફસાયેલા છે, જેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો કારમાં ફસાયેલા બે યુવકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટ-કાલાવડ-રણુંજા-રાજકોટ રૂટની એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફૂર્ચે ફૂર્ચા નીકળી ગયા હતા. ઘટનાને પગલે 108 અને પોલીસ દોડી આવી હતી.
આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર મળે તે પહેલા જ ફોરમનું મોત નીપજ્યું હતું. મૃતક નિશાંત, આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની છે, જ્યારે કૃપાલી ભાવનગરની છે. આ બંને યુવતીઓ અત્યારે સારવાર હેઠળ છે.
ભરુચઃ હેજની SRF કંપનીમાં વેસલમાં બ્લાસ્ટ, એકનું મોત
ભરૂચઃ દહેજની SRF કંપનીમાં વેસલમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના થઈ છે. નજીકમાં કામ કરી રહેલ 1 કામદારનું ઇજાના પગલે મોત નીપજ્યું છે. અન્ય 2 કામદારને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ દહેજ પોલીસે તપાસ શરૂ કરી છે.
દહેજ જીઆઈડીસીમાં આવેલી એસઆરએફ કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. આ જ સમયે સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું. જેને કારણે ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ ગુપ્તા પ્રસાદ એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRFકંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિક એસિડની ટેન્કમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતા એસિડનાં ઉડેલા ફુવારાથી ગંભીર રીતે દાઝેલા 3 કર્મચારીઓ પૈકી 1 નું મોત થયું છે. જ્યારે 2 કામદારોને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.