શોધખોળ કરો
Advertisement
ગુજરાતના નવદંપત્તિને સિંગાપોર હનીમૂન મનાવવા જવું ભારે પડ્યું? કારણ જાણીને ચોંકી જશો
રાજકોટમાં રહેતું એક નવદંપતી 25 ફેબ્રુઆરીએ હનીમૂન માટે સિંગાપુર મલેશિયાની ટૂર પર ગયા હતા. આ દરમિયાન એક માર્ચથી યુવતીને તાવ અને શરદી હતા
રાજકોટ: રાજકોટની એક યુવતી સિંગાપુરમાં એક સપ્તાહથી બીમાર હતી જે રાજકોટ પરત આવતા યુવતીને સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રાખી સેમ્પલ લેવામાં આવ્યા છે. રાજકોટમાં રહેતું એક નવદંપતી 25 ફેબ્રુઆરીએ હનીમૂન માટે સિંગાપુર મલેશિયાની ટૂર પર ગયા હતા. આ દરમિયાન એક માર્ચથી યુવતીને તાવ અને શરદી હતા અને 6 માર્ચે તેઓ મુંબઈ ઉતર્યાં હતા અને ત્યાંથી ફ્લાઈટમાં શુક્રવારે બપોરે રાજકોટ આવીને ઘરે પહોંચ્યા હતા. ઘર પહોંચતા જ યુવતીની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
તપાસ કરનાર તબીબને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે યુવતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં શિફ્ટ કરી હતી તેમજ સેમ્પલ લેવામાં આવ્યા હતા. યુવતીના પતિમાં હજુ કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી પણ તેના પરિવારના ૩ સભ્યોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે, યુવતીના સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા છે. તબીબી સૂત્રોના પ્રમાણે, યુવતીને તાવ, ગળુ બળવું, શરદી, ઉધરસ, કફ સહિતની સમસ્યા સિંગાપુર હતી ત્યારે જ થઈ હતી અને ત્યાં કોરોનાના પુષ્કળ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત તાવ સતત ચઢ ઉતર કરતો હતો તેથી મુંબઈ એરપોર્ટ પર તાવ ઓછો હોવાથી થર્મલ સ્કેનરમાંથી બચી ગયાની શક્યતા તબીબો જણાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement