Rajkot Tragedy: રાજકોટ અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી, SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા
Rajkot Tragedy: રાજકોટમાં 25 મેએ થયેલી ગેમ ઝૉન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી
![Rajkot Tragedy: રાજકોટ અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી, SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા Rajkot Tragedy big updates in sit team report with big scandal are produced in this all matter TRP Game Zone Incident Rajkot Tragedy: રાજકોટ અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી, SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિ થયાના ખુલાસા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/25/b00bd60aab56dbea845e9ff2f6588d831716646594163129_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot Tragedy: રાજકોટમાં 25 મેએ થયેલી ગેમ ઝૉન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી, જેમાં 28 લોકો જીવતા ભડથૂ થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મામલે મોટી અને એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે.
શનિવાર રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, જેમાં 28 લોકોના મોત બાદ હોબાળો થયો અને બાદમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડને લઈ EXCLUSIVE જાણકારી સામે આવી છે. અગ્નિકાંડની તપાસ કરનારી SITના રિપોર્ટને લઈ જાણકારી સામે આવી છે.
SITનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરિતી થયાના ખુલાસો થયા છે. ગેમ ઝૉનની ગતિવિધીઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. RMC, પોલીસ, PWDના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત R&B વિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે. ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝૉનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખુલ્યુ છે કે, કયા એન્જિનીયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા-કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પણ તપાસ થશે. SITની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને SITની ટીમ રાજકોટ રવાના થશે.
દુર્ઘટનાના લઇને થયા ખુલાસા
રાજકોટમાં ગેમ ઝોનમાં 28 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભયંકર દુર્ઘટનાને લઇને અનેક ખુલાસા સામે આવ્યાં છે. આ ગેમ ઝોનમાં જનારેને એક ફોર્મ ભરાવીને તેમાં સહી કરવામાં આવતી હતી. આ ફોર્મ દ્વારા જાનહાનિ કે પ્રોપર્ટીના નુકસાનની જવાબદારી ગ્રાહક પર જ ઢોળવામા આવી છે. TRP ગેમ ઝોનની શરત હતી કે, રમો કે મરો જવાબદારી તમારી ને માત્ર તમારી રહેશે. ગો કાર્ટ, પેઈન્ટબોલ રમતા મૃત્યુ થાય કે પ્રોપર્ટીને નુકસાન થાય તો પણ જવાબદારી ગ્રાહકની, આ પ્રકારની બાહેંધરી લેવાતી હતી.
રાજકોટમાં 48 કલાક બાદ પણ 28માંથી 13 મૃતદેહ ઓળખી શકાયા છે. 13 પૈકી 8 મૃતદેહ અંતિમક્રિયા માટે તેમના સગા સબંધીઓને સોંપાયા છે. છેલ્લા 4 દિવસથી રંગીલું રાજકોટ શોકમગ્ન છે. શહેરમાં અનેક બજારો રહી બંધ રહી હતી. વકીલોએ પણ કામથી અળગા રહીને શોક વ્યક્ત કર્યો હતો.
ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામં આવ્યા છે.રાજકોટ મહાપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. ડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે. ત્રણેય IPS અધિકારીઓની પણ બદલીના આદેશ ટૂક સમયમાં મળશે.
હાઇકોર્ટો સ્થાનિક ઓથોરિટીના કાઢી ઝાટકણી
અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક ઓથોરિટીની કાઢી ઝાટકણી કાઢી છે. કહ્યું દુર્ઘટના બાદ હવે રાજ્યની મશીનરી પર અમને નથી ભરોસો, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટનો વેધક સવાલ, શું તમે આંધળા થઈ ગયા હતા, તમે શું ઉંઘતા હતા, કોર્ટ કહ્યું કે, દુર્ઘટના પાછળ રાજકોટ મનપા અને મ્યુનિસિપલ કમિશનરની સીધી જવાબદારી છે. જે સ્પષ્ટ છે.રાજકોટ મહાપાલિકાના સત્તાધીશોને ઝાટકતા હાઈકોર્ટે કહ્યું કે, TRP ગેમિંગ ઝોને ફાયર NOC કે જરૂરી મંજૂરી મેળવી ન હતી તો વર્ષ 2021થી 2024 સુધી તમે કર્યું શું... તમારા અધિકારીઓએ કેમ ચેકિંગ કે તપાસ ન કરી... દુર્ઘટના સુધી કેમ ન હતી ફાયર NOC, સ્ટ્રકચર સ્ટેબિલીટી કે અન્ય કોઈ મંજૂરી?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)