Rajkot : ડોક્ટરની પત્નીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર, છૂટાછેડા માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ
વાંકાનેરમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાનકીબેન રજનીકભાઈ વોરાએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જોકે, તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
રાજકોટઃ વાંકાનેરમાં પરિણીતાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જાનકીબેન રજનીકભાઈ વોરાએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા, જોકે, તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃત્યુના સમાચાર સાંભળી પોસ્ટમોર્ટમ રુમે પરિવારજનો અને તબીબો દોડી આવ્યા હતા.
મૃતકના પતિ રજનીકભાઈ સુરેશભાઈ વોરા વાંકાનેરની પીરમસાયક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ છે. મૃતક જાનકીબેનના પિતા ડો. મનસુખભાઈ રામજીભાઈ ઘોરવાડિયા યસ હોસ્પિટલમાં એનેસ્થેશીયા વિભાગમાં તબીબ છે. પતિ, દિયર, સાસુ સહિતનાઓ ત્રાસ આપતા અને તેઓને સમજાવીએ તો છુટાછેડા આપવાનું દબાણ કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે.
જાનકી વોરાનો મોતને પગલે તેના પરિવારજનોએ આંક્રદ કરી મૂક્યો હતો. માસૂમ બાળકીએ માતા ગુમાવી છે.
Surat Grishma Murder Case : ફેનિલે જેલમાંથી ફોન કરી યુવતીને પોતાની તરફેણમાં જુબાની આપવા કર્યું દબાણ, કોણ છે આ યુવતી?
સુરત : ગ્રીષ્મા હત્યા કેસ મામલે હવે નવી વિગતો સામે આવી છે. આરોપી ફેનીલ જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણ માં જુબાની આપવા દબાણ કર્યું હતું. જેલના કેદી તરીકે મળતા લાભનો ગેર ઉપયોગ કર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ થઈ છે. ફેનિલે જેલમાંથી પોતાની બહેન ને ફોન કરવાની પરવાનગી લીધી હતી. ક્રિષ્ના નામની યુવતીએ કોર્ટમાં સમગ્ર મામલો જણાવતા સૌ ચોંકી ઉઠ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાળાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી હતી. ફેનિલે કોલેજમાં સાથે ભણતી ક્રિષ્નાને બહેન બનાવી હતી. ગ્રીષ્માં સાથે તકરાર થતા અવરાનવર ફેનીલ ગ્રીષ્માને મારી નાખવાની વાત ક્રિષ્નાને કરતો હતો. હત્યાના બનાવના દિવસે પણ ફેનિલે ક્રિષ્નાને ફોન કરી ગ્રીષમાં ને મારી નાખવાની વાત કરી હતી. કોર્ટમાં જુબાની દરમ્યાન થયો ખુલાસો.