શોધખોળ કરો

LokSabha: રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનને લઈ કોંગ્રેસે રણનીતિ બદલી, હવે આ દિગ્ગજને રાજકોટમાં રૂપાલા સામે ઉતારશે ?

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે

Lok Sabha Election 2024: રાજકોટ બેઠક પર ભાજપનું કોકડું ગૂંચવાયેલું છે, ક્ષત્રિય સમાજ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માંગ છે કે, ભાજપે રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરી દેવી જોઇએ, નહીં તો ચૂંટણી સમયે હજુ વધુ ઉગ્ર આંદોલન અને આક્રોશ જોવા મળશે. રૂપાલા વિવાદનો લાભ લેવા માટે હવે કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ હવે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ અને સીનિયર નેતા પરેશ ધાનાણીને ચૂંટણી લડાવી શકે છે. આ માટે હાલમાં પાર્ટીએ પ્રયાસો તેજ કરી દીધા છે.  

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને હવે નવી રણનીતિ સાથે રૂપાલા અને ભાજપનો વિરોધ કરવા ઉતર્યુ છે, ત્યારે આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યુ છે. અત્યારે રૂપાલા વિવાદને લઇને ભાજપ અને કોંગ્રેસ સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે કોંગ્રેસ આ વિવાદનો લાભ લેવા માટે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. 

હવે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર બને તેવા સંકેતો મળી રહ્યાં છે. સુત્રો અનુસાર, હાલમાં પરેશ ધાનાણીને સમજાવવાના કોંગ્રેસ પાર્ટી અને નેતાઓના પ્રયાસ અંતિમ તબક્કામાં છે. અત્યારે ઉભી થયેલી સ્થિતિને ધ્યાને રાખીને પરેશ ધાનાણી તૈયાર કરાયા છે. ધાનાણીને મનાવવા રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણીઓ આજે અમરેલી રવાના થયા છે, 50થી વધુ આગેવાનો ધાનાણીને મનાવવા અમરેલી રવાના થયા છે. જેમાં અતુલ રાજાણી, ગોપાલ અનડકટ, જશવંતસિંહ ભાટ્ટી સહિતાના સીનિયરો સામેલ છે. ખાસ વાત છે કે, રાજકોટ બેઠક પર ભાજપના કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારને ઉતારવાની રણનીતિ કોંગ્રેસ બનાવી રહ્યું છે. રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય આંદોલનની લઈ કોંગ્રેસે હવે રણનીતિ બદલી છે. આ પહેલા પણ આ વિવાદ વચ્ચે પરેશ ધાનાણીએ પણ રૂપાલા વિરૂદ્ધ આક્રમક નિવેદન આપીને સંકેત આપ્યા હતા. અત્યારે રાજકોટ બેઠક પર કડવા પાટીદાર જેટલા જ લેઉવા પાટીદાર મતદારો છે, જેનો લાભ લેવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. 

ભાજપના ઉમેદવારો બે તબક્કામાં ભરશે ઉમેદવારી પત્ર, તારીખ ફાળવવા કાલે યોજાશે બેઠક

લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ઉમેદવારો બે તબક્કામાં  ઉમેદવારી પત્ર ભરશે. ભાજપના 26 ઉમેદવારોને તારીખ ફાળવવા માટે આવતી કાલે એક મહત્વની   બેઠક  યોજાવા જઇ રહી છે. રામનવમી અગાઉ અને રામનવમી બાદ બે તબક્કામાં  ઉમેદવારી પત્ર ભરાશે.ઉમેદવારના ચૂંટણી ખર્ચ બચાવવા ભાજપની એક નવો નિયમ લાદ્યો છે. ઉમેદવારોને ફોર્મ ભરવા જતા સમયે  રોડ શો ન યોજવાની તાકીદ અપાઇ છે.  

તો બીજી તરફ ભાજપના નેતા બિરેન્દ્ર સિંહ પૂર્વ ધારાસભ્યો સાથે આજે દિલ્હીમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. બિરેન્દ્ર સિંહના પુત્ર બ્રિજેન્દ્ર સિંહ પહેલા જ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે.કોંગ્રેસના ઘોષણાપત્ર પર ભાજપના નેતા મનોજ તિવારીએ કહ્યું છે કે કોંગ્રેસના ઢંઢેરાએ દેશની જનતાને સ્તબ્ધ કરી દીધી છે, કારણ કે કોંગ્રેસના ઢંઢેરામાં સમગ્ર મુસ્લિમ લીગનો પડછાયો છે.તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે ત્યારે લોકોની નજર હવે બાકીની 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો પર છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના કારણે આ બેઠકો માટે ઉમેદવારોની યાદીને લઇને મુઝવણો છે.એવું માનવામાં આવે છે કે ભાજપના બાકીના તમામ ઉમેદવારોની યાદી રામનવમી પછી જ જાહેર કરવામાં આવશે. ભાજપ નેતૃત્વ એકસાથે બાકીની તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવા માંગે છે. પરંતુ, કૈસરગંજ સીટને લઈને દુવિધા છે.

આ બેઠક પરથી સાંસદ બ્રિજ ભૂષણ કોઈપણ ભોગે ચૂંટણી લડવા મક્કમ છે. પરંતુ, મહિલા કુસ્તીબાજો સાથેના વિવાદને ધ્યાનમાં રાખીને, પાર્ટી નેતૃત્વ તેમના સ્થાને તેમના પરિવારના સભ્ય દ્વારા અથવા તેમના સૂચન પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજેપી નેતૃત્વ માને છે કે જો બ્રિજ ભૂષણને ટિકિટ આપવામાં આવશે તો વિપક્ષને મુદ્દો મળી જશે.સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજ ભૂષણની જિદ્દને જોતા ભાજપ નેતૃત્વ હવે સાંસદ-ધારાસભ્ય કોર્ટ દિલ્હીના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે. બ્રિજ ભૂષણના એક કેસમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. શક્ય છે કે તે જ દિવસે નિર્ણય પણ આવી શકે. તેથી નેતૃત્વએ નિર્ણય લીધો છે કે, કોર્ટના નિર્ણય બાદ જ તમામ 12 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષાઓના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અંતિમ તારીખ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
આ 5 લોકો માટે તુલસીનું પાણી છે વરદાન સમાન, જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
મહિને 2000 રુપિયાની બચત કરી આ સરકારી સ્કીમમાં કરો રોકાણ, 11 લાખનું ફંડ બની જશે, જાણો ડિટેલ્સ
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Embed widget