પોતાને કલકી અવતાર ગણાવનારનો દાવોઃ 'આ વખતે હું કોઇને છોડવાનો નથી, 7.5 અબજ લોકોનો નાશ કરવાનો છું'
રમેશ ફેફરે મીડિયા સામે દાવો કર્યો હતો કે, મેં અર્જુન પાસે જ તેના ગુરુ અને દાદાને મરાવ્યા હતા. આ વખતે 7.5 અબજ લોકો, જેમાં બાળકો હશે , પિતા હશે, પત્ની હશે, પુત્ર હશે, પત્ની હશે અને વૃદ્ધ હશે.
રાજકોટઃ કલકી અવતારનો દાવો કરનાર રમેશ ફેફર ને ત્યાં આજે વિજ્ઞાન જાથા પહોચ્યું હતું. વરસાદ નહીં આવે તેવો શ્રાપ આપતા વિજ્ઞાન જાથા તેમના ઘરે પહોચ્યું હતું. કલીક અવતારનો દાવો કરનાર રમેશકુમાર અને વિજ્ઞાન જાથા વચ્ચે બોલાચાલી થઈ હતી.
વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, રમેશ ફેફર માનસિક બીમાર છે. તેને સારવારની જરૂર છે. લોકો આવા લોકોના નિવેદન પર ધ્યાન ન આપે. અમે પોલીસમાં તેમની સામે ફરિયાદ કરીશું. અમે કલેક્ટરને પણ મળીશું અને તેમને સારવારની પહેલી જરૂરિયાત છે. અત્યારે તો તે બકવાસ કરે છે. માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. તે ટંકારા તરફનો છે. 2030માં 7.5 અબજ લોકો નાશ પામશે, તેવો દાવો કરે છે, દુષ્કાળ આવશે, તેવી વાત કરે છે. આવા કોઈ અવતાર નથી. લોકોને મામા બનાવે છે.
રમેશ ફેફરે મીડિયા સામે દાવો કર્યો હતો કે, મેં અર્જુન પાસે જ તેના ગુરુ અને દાદાને મરાવ્યા હતા. આ વખતે 7.5 અબજ લોકો, જેમાં બાળકો હશે , પિતા હશે, પત્ની હશે, પુત્ર હશે, પત્ની હશે અને વૃદ્ધ હશે. આ વખતે હું કોઈને વિધવા નથી કરવાનો. આ વખતે બધુ સાફ કરી નાંખવાનો છું.
બીજી તરફ રમેશ ફેફરે બધાને સાફ કરી નાંખવાનો દાવો કરતાં મીડિયાએ કોરોના તમે લઈ આવ્યા છો? એવું પૂછ્યું હતું. જોકે, તેણે આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો અને હિચકા પર બેસીને ધ્યાન કરતો હોવાનું નાટક કરવા લાગ્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સહિત રાજકોટની 12 સોસાયટીમાં લાગુ થયો અશાંતધારો
રાજકોટઃ રાજકોટમાં CMના નિવાસ સહીતની વધુ 12સોસાયટીઓમાં હવે અશાંતધારો લાગુ થયો છે. ક્લેક્ટરની મંજુરી બાદ ખરીદ વેચાણ કરી શકાશે. સિટી સર્વે કચેરીએ સર્વે પૂરો કરી લીસ્ટ જાહેર કર્યુ છે. CMનુ નિવાસ સ્થાન પ્રકાશ સોસાયટીમાં છે. આ અશાંત ધારાના સર્વેમાં પોલીસ કમિશ્નરનો બંગલો, એ.જી ઓફિસ, ડી. ડી.ઓનો બંગલો જે.સી.પીનો બંગલો અધિક ક્લેક્ટરનો બંગલો સહીત વિસ્તારોનો સમાવેશ થાય છે.