શોધખોળ કરો

Rajkot: ક્ષત્રિય મહાસંમેલનમાં રાજપૂત આગેવાનનો હુંકાર, તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો

રાજકોટ: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને અનુલક્ષીને આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ: પરષોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને અનુલક્ષીને આજે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ભાગ લેવા સમગ્ર ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત અનેક વિસ્તારોમાંથી રાજપૂત આગેવાનો પહોંચ્યા છે. રાજ શેખાવતથી લઈને મહિપાલ સિંહ મકરાણા સહિતના આગેવાનો ઉપસ્થિત છે.

રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં હરપાલસિંહ ચુડાસમાનું નિવેદન 

રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા આવેલા હરપાલસિંહ ચુડાસમાએ કહ્યું કે, તૂફાન ભી રૂક જાયેગા જબ લક્ષ્ય હોગા સીનેમે. ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે. માગણી નહિ સ્વીકારવામાં આવે તો રાજકોટના રાજપૂત દશા બગાડી નાખશે. માતા સીતાનું રાવણે હરણ કર્યું ત્યારે ભગવાન શ્રી રામ લોકોને જોડતા જોડતા લંકા પહોંચ્યા હતા. લંકા પહોંચીને શ્રી રામે રાવણને કહેડાવ્યું કે સીતા માતાને મૂકી જાય યુદ્ધ નથી કરવું. આપડે જેટલા આવેદન આપવાના હતા આપી દીધા છે. 

Rajkot: ક્ષત્રિય મહાસંમેલનમાં રાજપૂત આગેવાનનો હુંકાર, તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો

19 તારીખે 5 વાગ્યા પછી ક્ષત્રિયોનો ગુસ્સો રૂપાલા સુધી સીમિત નહિ રહે. ભાજપની વાત ન કરવા કહેવાયું પણ છાસ લેવા જવી અને દોણી સંતાડવી તેવું થોડું ચાલે. આ કોઈ પાર્ટીનું નહિ અમારી માતા - બહેનોની અસ્મિતાનું આંદોલન છે. માતા -બહેનોને કહું છું ઉપવાસ કે જોહર કરવાની વાત ન કરતા  આપણું લક્ષ્ય આપનું બુથ છે. આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિય સામે જોઈ ન શકવો જોઈએ. આ તમામ સમાજની માતા-દીકરીની વાત છે.

રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં ઉતેલિયા સ્ટેટના ભગીરથસિંહનું નિવેદન

આ ધરતી પર માત્ર વીરોને રાજ કરવાનો અધિકાર છે. રાજપૂત ક્યારેય એક ના થઈ શકે તેવું કહેવામાં આવે છે, આ સંમેલનને સિદ્ધ કર્યું કે રાજપૂત એક છે.  રૂપાલા જો ઉમેદવારી કરશે તો તે ભાજપની સહમતી માનવી. 16 તારીખ પછી આપણી લડાઈ સીધી ભાજપ સામેની થશે.  રાજપૂત દેશના ખૂણે ખૂણેમાં વસેલા છે. રૂપાલા ઉમેદવારી કરે તો ત્યારબાદ દરેક ગામમાં ભાજપ વિરોધી મતદાનની રણનીતિ અમલમાં મુકીશું.  26 મુખ્ય કન્વિનર, દરેક જિલ્લા, તાલુકા અને ગામમાં કન્વિનર નીમીને અન્ય સમાજને સમજાવીશું. એક ક્ષત્રિય અન્ય સમાજના 10 લોકોને ભાજપ વિરોધી મતદાન કરાવશે.

રતનપરના ક્ષત્રિય મહાસંમેલનમાં કિશોરસિંહનું નિવેદન

ક્ષત્રિય પોતાના માટે ક્યારેય લડતો નથી પણ આ વાત ક્ષત્રિયની સ્મિતા પર વાત છે. આ સૌર્યરૂપ શક્તિસ્વરુપ તમે સામેથી બોલાવ્યું છે. સમગ્ર દેશમાં એકમાત્ર નાની માગણી છે.  ટિકિટ કેન્સલ થાય તો બધું પૂરું નહિ તો પાર્ટ 2 શરૂ થશે.

Rajkot: ક્ષત્રિય મહાસંમેલનમાં રાજપૂત આગેવાનનો હુંકાર, તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો

ક્ષત્રિય મહાસંમેલનમાં સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન

શરૂઆત આપણે નથી કરી, 70 વર્ષના અને જેના તમામ વાળ સફેદ થયા તેમણે કરી છે.  આવેદનપત્રો આપ્યા, સંમેલનો કર્યા અને આજે મહાસંમેલન છે. જુના જમાનાની જેમ અશ્વમેઘ યજ્ઞનો ઘોડો છૂટો મૂક્યો છે. રૂપાલાની ટીકીટ રદ્દ નહિ થાય તો આ ઘોડો ગાંધીનગર પહોંચશે. તમારી માનું દૂધ પીધું હોય તો આ ઘોડાને પકડી લેજો,બાંધી જોજો. પરસોત્તમ રૂપાલાને કહેવા માગું છું ક્ષત્રિય સમાજ અસ્મિતાનું યુદ્ધ લડે છે.  પરસોત્તમભાઈ સભામાં સાયરી કરે છે વો સમાં ક્યાં બુજેગી, આ વાવાઝોડું છે, ચકડીએ ચડાવી દેશે. સંકલન સમિતિ કાર્યક્રમનું આયોજન કરતી નથી.  કાર્યક્રમના આયોજનમાં સંકલન સમિતિ માર્ગદર્શન આપે છે. ક્ષત્રિય સમાજના આંદોલનનું પાર્ટ 1 પૂરું થાય છે.  રૂપાલા ફોર્મ ભરશે અને જો પાછું નહિ ખેંચે તો પાર્ટ 2 શરૂ થશે.

 ક્ષત્રિય મહિલસભાના અધ્યક્ષા ચેતનાબા જાડેજાનું નિવેદન

16 તારીખે ચૈત્રી નવરાત્રીની આઠમે માતાજીને પ્રાર્થના કરીએ કે ફોર્મ ના ભરાય. આ જન સેલાબ સ્વયંભૂ ઉભરાયો છે. ના ડરશું, ના ડરાવશું, ક્ષાત્ર ધર્મ નીભાવશું. સમી છાતીએ લડીશું, પીઢ પાછળ ઘા નહિ કરીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસHun To Bolish : હું તો બોલીશ : ભમતું મોતHun To Bolish : હું તો બોલીશ : લાલ પાણી કોનું પાપ?Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
Ahmedabad weather: અમદાવાદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી કાર્નિવલના રંગમાં ભંગ
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
ભારતના સૌથી મોટા દુશ્મન મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો, પાકિસ્તાન નહીં પણ આ દેશમાં છુપાયો હતો
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
'તેઓ 25-25 બાળકો પેદા કરે અને હિન્દુઓ પર પ્રતિબંધ..’ મંદિર અને મસ્જિદની ચર્ચા વચ્ચે રામભદ્રાચાર્યનું નિવેદન
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, 92 વર્ષની વયે દિલ્હી AIIMS માં અંતિમ શ્વાસ લીધા
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
PM મોદીએ મનમોહન સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- તેમણે આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Manmohan Singh Death: પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના આ મોટા નિર્ણયોએ બદલી ભારતની તસવીર
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
Congress: આ તારીખથી કોંગ્રેસ શરુ કરશે 'સંવિધાન બચાવો પદ યાત્રા', એક વર્ષ સુધી ચાલશે કાર્યક્રમ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
General Knowledge: અવકાશયાત્રીઓ અવકાશમાં બીમાર પડે ત્યારે તેમની સાથે કેવી રીતે કરવામાં આવે છે સારવાર, જાણીલો પદ્ધતિ
Embed widget