'કુતરાઓ ખાય એના કરતાં ખેડૂતો ખાય એ સારુ.....' મંત્રી રાઘવજીએ રાજકોટમાં આક્રમક થઇને કોને કરી ટકોર
ગુજરાતના ખેડૂતોને આજથી કૃષિ જણસમાં ટેકાના ભાવ મળી રહેશે, આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવી છે
Support Price Buying News: ગુજરાતના ખેડૂતોને આજથી કૃષિ જણસમાં ટેકાના ભાવ મળી રહેશે, આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યના માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવી છે. રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટમાંથી રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવી છે. આમાં મગફળી, અડદ, મગ, સોયાબીન વગેરે જણસની ખરીદીમાં પોષણક્ષમ ભાવ મળી રહેશે. આ રાજકોટમાં આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાસ નિવેદન આપ્યુ હતુ, તેમને કહ્યું કે, અમારો પ્રયાસ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેવો છે.
ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવતી વખતે મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં આક્રમક સ્વભાવમાં જોવા મળ્યા હતા, તેમને આ દરમિયાન કહ્યું કે, કુતરાઓ ખાય એના કરતા ખેડૂતો ખાય એ સારું..... અને એ જોવાની જવાબદારી અગ્રણીઓની છે, આમ કહીને રાઘવજી પટેલે સહકારી અને ખેડૂત અગ્રણીઓને ટકોર કરી હતી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતો મગફળીની નોંધણી કરાવી છે.
આજથી ગુજરાતમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવથી વિવિધ કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવવામાં આવી હતી. રાજ્યમાં આજે ટેકાના ભાવથી ખેડૂતોનો જણસની ખરીદી થશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવની ખરીદીનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં રાજકોટથી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ખરીદી શરૂ કરાવશે, મગફળી, અડદ, મગ અને સોયાબીનની રાજ્યવ્યાપી ખરીદી થશે. રાજકોટના જૂના યાર્ડથીથી ખરીદી થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટેના આ ખાલ પ્રયાસો છે. રાજકોટમાં આ પ્રસંગે રાજકોટ જિલ્લાના સહકારી અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં.
રાજ્યમાં ટેકાના ભાવથી ખરીદીને લઇને રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. ખેડૂતોની આવક ડબલ કરવી હોય તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. આ વખતે 35585 ખેડૂતોએ મગફળીની નોંધણી કરાવી છે. હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હોવાના કારણે ટેકા ભાવે રજિસ્ટ્રેશન ઓછું થયું છે. નોંધણીની મુદત પણ અમે વધારી દીધી છે. કોઈપણ વસ્તુઓનો ભાવ તેની માગના પ્રમાણમાં હોય છે.