શોધખોળ કરો
Advertisement
ટંકારામાં 14 વર્ષીય સગીરા પર બળાત્કારઃ એક યુવક બળાત્કાર ગુજારતો હતો ને મિત્ર બહાર ધ્યાન રાખતો હતો
14 વર્ષીય સીગરાને ટંકારાની સાવડી ગામની સીમમાં હવસખોર લઈ ગયો હતો અને અહીં અવાવરું જગ્યામાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ પરિવારને સમગ્ર હકિકત જણાવતા પરિવારજનોએ બલાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
મોરબીઃ સૌરાષ્ટ્રમાં આજે બે-બે સગીરાઓ પર બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જામજોધપુર પછી ટંકારામાં બળાત્કારની ઘટના સામે આવી છે. ટંકારા પોલીસે બંને આરોપીઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવસખોરે 14 વર્ષીય સગીરાને ટંકારના સાવડી ગામની સીમમાં અવાવરું જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બળાત્કારીના મિત્રે મદદગારી કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, 14 વર્ષીય સીગરાને ટંકારાની સાવડી ગામની સીમમાં હવસખોર લઈ ગયો હતો અને અહીં અવાવરું જગ્યામાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સગીરાએ પરિવારને સમગ્ર હકિકત જણાવતા પરિવારજનોએ બલાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી હવસખોર અને મદદગારને દબોચી લીધા છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, સગીરા પર એક યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કોઈ જોઇ ન જાય તે માટે એક શખ્સ બહાર ઉભો ઉભો ધ્યાન રાખતો હતો. સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, હજુ સુધી બંને આરોપીઓના નામ સામે આવ્યા નથી. કોરોના રિપોર્ટ આવ્યા પછી બંનેની ધરપકડ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion