Rajkot: ધોરાજીમાં પડેલા ખાડા પૂરવા ખુદ મેદાનમાં ઉતર્યા ભાજપના નેતા, રામધૂન બોલાવી
રાજકોટ જીલ્લાના ધોરાજીનો જુનાગઢ રોડ અતિશય ખરાબ હાલતમાં છે. મસ મોટા ખાડાઓ પડી ગયા છે.
Rajkot News: રાજકોટ જીલ્લાના ધોરાજી શહેર ભાજપના બક્ષીપંચના મહામંત્રીએ ધોરાજી જુનાગઢ રોડના ખાડાઓ પોતાના ખર્ચે બુરવાની કામગીરી હાથ ધરી હતી. બક્ષીપંચ ના મહામંત્રીએ તંત્રને ઘણી રજુઆત કરી પણ કામ ન થતા પોતાને જ ખાડાઓ બુરવાની નોબત આવી હતી.
ખાડાથી લોકો પોકારી ઉઠ્યા હતા ત્રાહિમામ
રાજકોટ જીલ્લાના ધોરાજીનો જુનાગઢ રોડ અતિશય ખરાબ હાલતમાં છે. મસ મોટા ખાડાઓ પડી ગયા છે. જુનાગઢ રોડ, જેતપુર રો,ડ જમનાવડ રોડ, સ્ટેશન રોડ, મેઈન બજાર શાકમાર્કેટ રોડ અતિશય ખરાબ હાલતમાં હોવાથી નાના મોટા અકસ્માતો થતા હતા અને વાહન ચાલકો ને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ખાડાઓને લઈને લોકોમાં રોષ પણ હતો. આજરોજ ધોરાજીના ઘણા વિસ્તારમાં જ્યાં ખાડાઓ પડ્યા હતા ત્યા ભાજપની ઝંડીઓ નાંખી અજાણ્યા શખ્સોએ રોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપ નેતાએ જાતે ખાડા પૂર્યા અને રામધૂન બોલાવી
બીજી બાજુ ધોરાજી ના ભાજપ શહેર બક્ષીપંચના મહામંત્રી જેન્તીભાઈ વાવડીયા પોતાનું વાહન લઈને જુનાગઢ રોડ પર નીકળ્યા ત્યારે ખાડાઓમાં અકસ્માત થતા બચ્યા હતા અને અન્ય વાહન ચાલાકો ને પણ હેરાન ગતિ થતી હતી. જેથી જેન્તીભાઈ દ્વારા જુનાગઢ રોડ પર પડેલા ખાડાઓને લઈ ભાજપના હોદ્દેદારોને તથા તંત્રને જવાબદાર અધિકારીઓને અનેક વખત રજુઆત કરી હતી. પણ કોઈ કામગીરી ન થતાં અંતે કંટાળીને જુનાગઢ રોડ પર પોતાના કાર્યકર્તાઓ સાથે પહોંચી જુનાગઢ રોડના ખાડાઓ બુરવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત સ્થળ પર રામધૂન પણ બોલાવવામા આવી હતી. આમ ભાજપ બક્ષીપંચના મહામંત્રીએ જ ભાજપ વિરુદ્ધ બાંયો ચડાવી હતી ત્યારે વાહન ચાલકો પણ પોતાને પડતી હાલાકીઓ જણાવી હતી. ભાજપના નેતાનો જ તંત્ર સામેનો આ મોરચો ચર્ચાનો વિષય બન્યો હતો.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કામગીરી બિરદાવી
આ બાબતે કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પણ આ ભાજપના શહેર બક્ષીપંચના મહામંત્રીની ખાડાઓ બુરવાની કામગીરીને બિરદાવી હતી. લલીતભાઈ વસોયાએ રોડ રસ્તાઓ બિસ્માર હોય તેને લઇને સરકારને આડે હાથ લીધી હતી.
આ પણ વાંચોઃ
Gir Somnath: સોમનાથ મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ